Saturday 13 April 2013

થયા છે લોક ભેગા

0 comments
થયા છે લોક ભેગા કેમ, આ શાની ખુશાલી છે ? 
કોઇનો જાન ચાલ્યો કે, કોઇની જાન ચાલી છે ?

ઘડીમાં દિપ સગળે છે, ઘડીમાં ઓલવાયે છે 
અમારી આ જવાની છે, કે પાગલની દિવાની છે

પતી જાયે છે ઘર મેળે, અમારે દાન અશ્રુનું
હદય પોતે જ દાતા છે, નયન પોતે સવાલી છે

રડે છે કોણ એવું પોક મુકી ‘શૂન્ય’ ના શબ પર
મને લાગે છે એ રઝળી પડેલી પાયમાલી છે..

- શૂન્ય પાલનપુરી - 

Friday 12 April 2013

અમર પ્રેમ કથા

0 comments
આમ તો અમર પ્રેમ કથા જોઇએ તો ઇતિહાસનાં પાના પર અમર થઇ જતી હોય છે, પણ આ કથા થોડી અલગ છે. અમર પ્રેમ કથા નામ એટલે આપેલું છે કારણ કે આ કથા મૃત્યુ નથી પામતી અને એનો અંત પણ નથી આવતો. સામાન્યત કથા કે વાર્તાઓમાં કલાઇમેકસ હીરો-હીરોઇન ના મિલનથી પુર્ણ થતું હોય છે પણ આ વાર્તામાં નાયક અને નાયિકા બંને છુટા પડી જાય છે, ત્યાર બાદ એનું મિલન કદાચ હવે શકય નહી બને એમ સમજીને આ વાર્તાને અહી સપુર્ણ અમર કરી નાખવામાં આવી છે.

એક ગઝલનાં શેર યાદ આવે છે...

કેટલા હસમુખ હતા ને કેવા દિવાના હતા
આપણે જયારે જીવનમાં એકબીજાના હતા,

મંદિરોને મસ્જીદોમાં જીવ કયાથી લાગતે.
રસ્તે રસ્તે જયા સફરમાં એના મહેખાના હતા.
- આદિલ મન્સુરી -


‘‘હુ તમારા વગર નહી રહી શકુ કઇ દઉ છુ હા’’ મૌસમના શબ્દો હોલમાં ગુજી ઉડયા.. 
‘‘પણ હુ તારા વગર આરામથી રહી શકીશ..’’ દેવ જરાક મજાક કરતા બોલ્યો.

દેવ અને મૌસમ આમ તો એક સિકકાની બે બાજુ હતા. એક ના વગર બીજાનુ અસ્તીત્વ જ ના હતું, પણ સમય અને સંજોગની આગળ એ નિરાશ થઇ ગયા હતા.. સમય ને સંજોગ એ માત્ર કાલ્પનીક અર્થમાં શબ્દો વપરાયા છે પણ હકીકત કઇ આવી જ હતી.

મૌસમ નો જન્મ એક મધ્યમ વર્ગ પરીવારમાં થયો હતો. સમય અને દિવસો સારા જતા એ પરીવાર મધ્યમ વર્ગમાંથી એક શ્રીમંત પરીવાર થઇ ગયો. દિવસો પછી દિવસો વીત્વા લાગ્યા.