Monday 20 May 2013

કોર્મશીયલ ગઝલ

0 comments
આખુ વર્ષ હિસાબો કરી કરી પડીયે કેવા પ્રેમમાં 
મજરે બધુ બાદ મળેશ, રહીએ એવા વહેમમાં,

આવે તે થાય ઉધાર અને  જાય તે થાય જમાં 
કલમ ૮૦ સી હેઠળ બાદ મળે છે LIC નાં વિમા,

પ્રેમમાં તો થાય છે હંમેશા નુકશાન કે પછી દંડ
નામામાં હંમેશા બાદ મળે વટાવ કે પ્રોવિડંડ ફંડ

વ્યાજ,  ડીવીડન્ડ,  ડીબેન્ચર  કે  પછી  શેર
આવું સાંભળી વિધાર્થીના ઉભા થઇ જાય છે હેર,

આવકવેરો, વેચાણવેરો, સંપતિવેરો એ બધા વેરો
આ વેરા સાંભળી સાંભળી ‘પારસ’ થઇ જાય બેરો.

- પારસ ખેરડીયા -