Friday 19 July 2013

શું હોય એક

0 comments
કવિ મિત્ર શ્રી મેહુલભાઇ પટેલની રચના પરથી છંદ શ્રી મેહુલભાઇના લીધેલ છે


શું હોય એક માણસના ગજામાં
માત્ર ખશી હોય છે શું કે મજામાં,

લાખ ગુના કરવા છતા પણ જો
શું કામ એક લાઠી પડે સજામાં,

ખુદ આખો ઇશ્વર ભુલીને તને કેમ
આવો રસ પડયો ફરકતી ધજામાં.

- દિપેશ ખેરડીયા -

Wednesday 17 July 2013

સુધી ગયા

0 comments
બહુ દુર સુધી ગયા ઇશ્વર સુધી ગયા
બદલી ગયા એ લોક જે કબર સુધી ગયા ,

મર્યા તોયે કયા એ લોક મૃત્યુને વર્યા
લઇ બીજો કયાક જનમ અંજર સુધી ગયા,

- દિપેશ ખેરડીયા - 

ગયા છે જે મને છોડીને

0 comments
ગયા છે જે મને છોડીને એ પાછા ફરે તો બસ
બીજુ તો જોઇએ શું માણસને થોડો મળે જસ,

પીધુ તો નથી આજ સુધી કદી જામ એ મિત્રો
લીધો છે ગ્લાસ હાથમાં ને લવ છું પહેલો કસ,

શરાબી આ નગર આ ઘર રસ્તા બધા સભર
હવે મુજને પણ પડયો છે આ જામમાં જો રસ,

ફીકર પણ ના રહી ખબર પણ ના રહી દિપેશ
અસર એવી થઇ છે બીજુ મને ખબર નથી બસ.

- દિપેશ ખેરડીયા - 

Monday 15 July 2013

રસ્તો...

0 comments
જાવ છું જે તરફ ત્યાં બધેજ ફંટાય છે રસ્તો
તમારી યાદમાં જો કેટલો લંબાય છે રસ્તો,

જવું છે જે તરફ તે તરફ પગલા મળે તારા
નજરમાં આપની કેમ આવી જાય છે રસ્તો,

તમે ચાલો છો ત્યારે તમને એવી રીતે જુવે
તમને ચાલતા જોઇ જો શરમાય છે રસ્તો,

તમે ચાલો ત્યારે ‘મોસમ’નુ: ફુલ પાથરી દઉ
તમારા પગ જોકે કેમ ચુમતો જાય છે રસ્તો..

- દિપેશ ખેરડીયા -


ના પ્રમનો કોઇને

0 comments
ના પ્રમનો કોઇને મારા સવાલ કરજે
ખુશ રહેજે મૌસમ તારો ખ્યાલ કરજે

ભુલી જજે તું મને કે તારો હતો કદી
આંસુ આવે તો આંખનો રૂમાલ કરજે

આવીશ નહી યાદ સપને કદી તુજને
મુજ યાદમાં ના ખુદને બેહાલ કરજે

ભુલજે કદી ના એ તારી હતી અંજલી
આપીને તુજનો પ્રેમ બસ વહાલ કરજે

‘દિપેશ’ નથી કશું ના હતો તારો કશું
બેસી ઘડીવાર આ વાતનું ધ્યાન કરજે.

- દિપેશ ખેરડીયા - 




ખબર નથી પડતી...

0 comments
કયા જઇ ચડવાનુ છે ખબર નથી પડતી
શું બધાને નડવાનું છે ખબર નથી પડતી,

મોઘમ ઇશારા ના કર રહેવા દે તો સારૂ છે
પાપણોને ઢળવાનું છે ખબર નથી પડતી,

છુટા કરી દુનીયાએ ભુલાવી દિધા અમને
હવે કયા કદી મળવાનું ખબર નથી પડતી,

શું બધાનો અંત આવો જ હોય છે પ્રેમ માં
લડી જવું કે રજડવાનું ખબર નથી પડતી,

સિતારો બની ગગનમાં જવું છે ‘દિપેશ’ને
ખરી જવું કે ચમકવાનું ખબર નથી પડતી.

- દિપેશ ખેરડીયા -