Sunday 4 August 2013

Happy Friendship Day

0 comments
હેપી ફેન્ડશીપ ડે ટુ ઓલ

ફેન્ડશીપની વ્યાખ્યા ના તો હું એક કવિ તરીકે આપી શકુ એમ છુ કે ના તો એક લેખક તરીકે.... પણ એક સામાન્ય વ્યકિતની ફીલીંગ્સ વિશે અહી લખું છું...

મિત્રતાનો દિવસ એટલે ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર.

દરેક વ્યકિતના જીવનમાં આ દિવસ બહુ જ ખાસ હોય છે કારણ કે માતા-પિતા અને ઘરના ફેમીલી મેમ્બરને બાદ કરતા બહારની દુનીયામાં સૌથી પહેલા એ જે વ્યકિત સાથે રીલેશનમાં આવે છે એ મિત્ર હોય છે જે દોસ્ત સાથે એ રમતા, બોલતા, ચાલતા, હરતાફરતા શીખે છે.. 

એક બાળક જયારે એ સમજદાર થાય, યંગ થાય, ત્યાર બાદ મેચ્યોર થાય આ બધા તબ્બકાઓ દરમિયાન વ્યકિતના જીવનમાં ઘણા બધા મિત્રો આવે છે પછી એ પુરૂષ મિત્ર જ હોય એ જરૂરી નથી કોઇ સ્ત્રી મિત્ર પણ હોય શકે. આ બધા ઘણા બધા યાદ રહી જાય છે ઘણા બધા ભુલાય પણ જાય છે.

૨ દોસ્તનું ફોન પરનુ: થોડુ convertion ( કાલ્પનીક )

‘તમે મને કેવો બેલ્ટ બાંધીશો ?’
‘બેલ્ટ...! એક પણ નહી મને એવું ના ગમે..’
‘કેમ.. ?’
‘ઘણી બધી વાતો ના જવાબ નથી હોતા Dear એ તું નહી સમજે...’
‘પણ, મારે જવાબ જોઇએ છે તોય તે..મને જવાબ આપો બસ’
‘મારી પાસે જવાબ નથી પ્લીસ સમજવાની કોશીશ તો કર..’
‘હુ તમને સમજવાની કોશીશ કરી શકુ પણ તમે મને નહી.. વાહ...’
‘ઓકે કઇ વાંધો નહી તમે નહી બાંધતા પણ હું તો તમને કુરીયર કરવાની જ છું..’
‘કેવા કલરનો બેલ્ટ મોકલુ ?’
‘તને જેવો કલર ગમે એવો.’
‘ના, તમે કયોને કેવો કલર મોકલું..?’
‘તને ગમે એવો કલર મોકલજે બસ તને જે ગમશે એ મને પણ ગમશે. ઓકે.’
‘ના કયો તો...? ’
‘તને ગમે એજ..’

અંતે બંને વચ્ચે ઝઘડો થાય છે.. ફોન મુકાય થાય છે... થોડી વાર પછી............... છોકરાના મોબાઇલ પર એની દોસ્તનો મેસેજ આવે છે.. છોકરો સામે રીપ્લાય કરે છે, ફરી છોકરીનો ફોન આવે છે.. 

‘બોલ..:’
‘કેમ તમે પર્પલ બેલ્ટ સેન્ટ કર્યુ..?’
‘એ મેસેજ માં લખેલું જ છે ’
‘પણ, મારે તમારા મોઢેથી જ સાંભળવુ છેં..’ (છોકરીના ચહેરા પર ખુશી છે)
‘એ બોલી શકતો હોત તો આટલી બધી ચર્ચાના થોડી કરતા તારી સાથે..પણ હવે તું જ કહે કે તું મારા તરફથી કયો કલરનો બેલ્ટ બાંધવાનું પંસદ કરી તારા હાથ પર’ (છોકરો શરમાય છે)
‘પણ જયા સુધી તમે મને તમારા મોઢેથી બોલીને નહી કહો કે હું શા માટે મારા હાથ પર પર્પલ બેલ્ટ બાંધુ ત્યા સુધી હું નહી બાંધુ પર્પલ બેલ્ટ મારા હાથ પર અને ના તો હું તમને કુરીયર પણ કરીશ પર્પલ બેલ્ટ...ઓકે..’
‘તું નહી સમજી શકે...’
‘મારે સમજવું છે એટલે જ તો કહુ છૂ કે કહો...?’
‘Because I Love You....’ ( છોકરાની આંખો ભરાય જાય છે )
‘I Love You Too...’ ( છોકરી પણ રડી પડે છે )
‘ફેન્ડશીપ ડે ના દિવસે પણ કોઇ Propose કરતું હશે...?’
‘કોઇ નહી કરતુ હોય એટલે જ તો મેં કર્યુ છે..’ ( બંને હસી પડે છે )

( પ્રેમ કરવા માટે કે દોસ્તી કરવા માટે કયારેય પણ કોઇ દિવસ મહત્વના નથી પણ મહત્વની છે દોસ્તી અને એથી પણ વધારે મહત્વનો છે દોસ્ત કારણ કે દોસ્ત હશે તો જ તો દોસ્તી હશે. દિવસ તો આપણે માત્ર એટલા જ માત્ર રાખ્યો છે કે કદાચિત કયારેય પણ ભુલથી પણ જો ભુલાય ગયું હોય કે હું તારો દોસ્ત છું તને આ દિવસે તો મારી યાદ આવવી જ જોઇએ પણ તું મને ભુલી જા હા તો તો ધોકાવો પડે..  હા....હા.....હા)

‘‘ચાલ, એમ માની લઉ છુ કે આજે પણ તે તારા હાંથે ફન્ડશીપ બેલ્ટ બાંધેલો છે બીકોશ ફેન્ડશીપ ફોરએવર’’

હેપી ફેન્ડશીપ ડે ટુ ઓલ

- દિપેશ ખેરડીયા