Thursday 23 August 2018

0 comments

તને ખબર છે દિકુ પ્રેમ શુ ?

પ્રેમ એક અહેસાસ છે એવો અહેસાસ જે ક્યારેય નથી ભુલાતો...  આપણી આંખોમાં કોઈના ચહેરાની રેખાઓ ઉપસતી દેખાય છે.. જેને આપણે ક્યારેય ભૂલવા નથી માંગતા. હૃદયમાં કૂણી કુણી લાગણીઓને પાંગરે છે. ગાલોમાં ભરાવો આવે છે. ચહેરા પર ચમક આવે છે. આંખોમાં દમક આવે છે. અરમાનો જન્મ લ્યે છે. આશાઓ જાગે છે. ઈચ્છાઓ પેદા થાય છે. લાગણીઓનું ઘોડાપુર દોડાદોડ કરે છે. કાન કોઈનો અવાઝ સાંભળવા માટે તરસી જતા હોય છે. હોંઠ કોઈનો સ્પર્શ પામવા ભીનાં થઈ જતા હોય છે. આંગળીઓના ટેરવા કોઈનો સ્પર્શ પામવા ઉંચા નીચા થતા હોય છે. વર્ષોથી સાંભળેલો દિલમાં ધરબેલો પ્રેમ ઉભરાઇ ને બહાર આવે છે. હોંઠો પર એક ગજબની મુસ્કાન આવી જાય છે.

પ્રેમમાં માં તું તું નથી રહેતી અને હું હું નથી રહેતો. અહીંયા તું ને હું મટી જાય છે અને આપણે જન્મ લઈએ છીએ. તારું મારુ મટીને આપણું થઈ જાય છે. એક અલગ અસ્તિત્વનો જન્મ થાય છે. નવી આશાઓ જાગે છે. પ્રેમની કૂંપળ ફૂટે છે. હ્ર્દય ગદગદ થઈ જાય છે તારી એક ઝલક પામવા માટે.
તને ખબર છે એક કવિ કે લેખક કેટલા પેજ લખી છે પ્રેમ વિશે...??
તું કહીશ કે ખબર નથી પણ જ્યારે પ્રેમનો એહસાસ થઈ જાય ત્યારે પેજ નહિ પરંતુ એક, બે, ત્રણ, ચાર,... તું ધારી ન શકે એટલું બધું એક કવિ કે લેખક લખી શકે.

ઊંઘ આવે પણ જાગવાનું મન થાય. વરસાદ આવે અને નાચવાનું મન થાય. યાદ આવે તો અવાજ સાંભળવાનું મન થાય. કોઈ સિરિયલ જોવ કે તને જોવાનું મન થાય. આ પ્રેમ છે. આ પ્રેમનો અહેસાસ છે. વાત ન થાય તો સુવાનું મન ન થાય. આંખો બંધ થાય તો તારો જ વરતારો થાય. વાસ્તવિકતા કરવા વધારે કલ્પનાઓ ગમે છે. ખૂલ્લી આંખોથી સપના જોવા ગમે અને બંધ આંખોથી તને.. આ પ્રેમનો અહેસાસ છે. ક્યારકે તારા પર કરેલો ગુસ્સો મને મારાથી ચીડ કરાવે, ક્યારેક તારી સાથે ન કરેલી સરખી વાતો આંખોમાં માંથી એક ઝરણું વહેતુ મૂકી દે. તારા અવાજ માત્ર સાંભળી ને જેવો દિવસ સુમધુર થઈ જાય છે આ પ્રેમ છે. આ પ્રીત છે. આ એ પ્રીત છે જેમાં એક પ્રીતિ છે અને એક દિપેશ છે. જેમાં ભરપૂર પ્રેમ છે. અહેસાસ છે તું છે અને હું છું..

તને ખબર છે દિકુ તું શું છે.. તો સાંભળ.. તું મારો શ્વાસ છે જે મારી સાથે છે એટલે હું આજ જીવંત છું. તું મારી આત્મા છે જે મારામાં રહે છે અને મને તારામાં જીવંત રાખે છે. તારા વિનાનું મારુ જીવન નરશ્વર છે.

અને લાસ્ટ

તારા વિનાની સાંજ એટલે
સૂર્ય વગરનો દિવસ
ચન્દ્ર વગરની રાત
તારા વગરનું આકાશ
અને
"તારા" વગરનો "હું"

- દિપેશ ખેરડીયા / Date 23/8/2018 / Time 12:18 AM