Monday 18 November 2013

લાઇફને ગેમ નહી પ્રેમ આપો... 3G

0 comments

લાઇફ શબ્દ આવતા જ વ્યકિત પોતાની જાત ઉપર નજર કરે છે. . વોટ ઈઝ લાઇફ ? પણ લોકોના મત મુજબ ઘણા જુદા જુદા જવાબો મળી આવે છે, 

તમારાની નજર સમક્ષ આ સ્લોગન પણ આવી જ ગયુ હશે કે 'લાઇફ ઇઝ ગેમ' પણ આજના જમાનામાં જયારે લાઇફની વાત આવે છે ત્યારે આજના ઇન્ટરનેટ યુગમા લાઇફ માત્ર ફેસબુક, ટવીટર, વોટસએપ, વી ચેટ પુરતી જ મર્યાદિત નથી.. જીદંગીમાં બીજા ઘણા બધા અગત્યના કામકાજ છે જેને આપણે સોસીયલ સાઇટ કરતા વધારે મહ્ત્વ આપવુ પડે છે, માત્ર પુરો દિવસ ફેસબુક ખોલીને લાઇક, કોમેન્ટ કે ચેરીંગ કરવા પુરતી જ લાઇફ મર્યાદિત નથી.

ખાવાનું, પીવાનુ, નાહવા ધોવાનુ, નોકરીમા પુરતો સમય આપવાનુ, ઉધોગ ધંધામાં ધ્યાન
આપવાનું આ ઉપરાંત ફેમીલીને સમય આપવાનો, મિત્ર સર્કલને સમય આપવાનો, સગા વ્હાલાને સમય આપવાનો આ બધા ઘણા જ મહ્ત્વના કામો છે લાઇફમાં અને ફરજીયાત પણ છે.

આજકાલની જનરેશન માત્ર અને માત્ર સોયીસલ સાઇટને જ વધારે મહત્વ આપે છે (આમાથી હું પણ બાકાત નથી) પણ મેં કીધુ એમ ફેસબુક, વોટસ એપ ઉંપરાત જીદગીમાં ઘણા એવા અગત્યના કામ છે જેને આપણે આના પહેલા મહ્ત્વ આપવુ પડે છે.

ઇશ્વરે આપેલી માણસ જાતની અમૂલ્ય જીંદગીને માત્ર ગેમ બનાવીને વેડફી નથી નાખવાની પણ બાળપણમાં જોયેલા સપનાને સાકાર કરવાના છે.. મમ્મી-પાપા એ આપણા માટે જોયેલા સપનાને સાકાર કરવાના છે.. 

હા, તમે યંગ છો મનોરંજન માટે ફેસબુક, ટવીટર, વોટસએપને મહત્ત્વ આપો પણ એના માટે કોઇ ચોકકસ અને ફિકસ ટાઇમ નક્કિ કરો કારણ કે એ માત્ર મુડને ફ્રેસ કરવા માટે અને મનોરંજન માટે છે એમાથી કોઇ આર્થીક સહાય નથી આપતા કે ના કોઇ પૈસા મળે છે પણ પૈસા વેસ્ટ થાય છે.. અને એક વ્યશન જ છે જે વસ્તું વિના તમને ચાલે નહી એ વ્યશન જ ગણાવી શકાય..

સોસીયલ સાઇટના જેટલા ફાયદા છે એટલા સામે ગેરફાયદા પણ છે એ તો આપણે સારી રીતે જાણી જ છીયે. મનોરંજન ને મનોરંજની માફક વાપરો, નહી કે મનોરંજન તમારૂ વ્યશન થઇ જાય અને તમે છોડી ના શકે..અને ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે તમે એને છોડવા માંગતા હોય પણ એ તમને ના છોડે..!!!
ખુલ્લી કિતાબના પન્ના પર રહસ્યની માફક જાગેલી લાગણીને કંન્ટ્રોલ કરતા શીખો.. જેટલુ તમે તમારા માઇન્ડને કાબુમાં રાખી શકશો એટલા તમે ફાયદામા છે...કારણ કે લાઇફને ગેમ નહી પ્રેમ આપો..

લેખક - દિપેશ વી. ખેરડીયા