Saturday 27 July 2013

ખાલી સલામ

0 comments
ભર બહારે આવી વાતો નહી કરો મને આવું ફાવતું નથી
કયા પાનખર પછી બહારે ઋતું વસંત કદી આવતુ નથી.

નિખાલસથી નીરખ્યા કરૂ છુ તમારા આવવાના પળને
 તારા વગર અહી તારી ખબર જો બીજુ કોઇ લાવતું નથી.

સાચી દોસ્તી અને મહોબતના કિસ્સા બધા જુના થયા કે
અહી તો ક્ષણભર માટે પણ મહોબત કોઇ નિભાવતું નથી.

ખાલી સલામ કરે દુરથી અહી બધા જ મંદિરને ‘દિપેશ’
શું નથી ઇશ્વર મંદીરમાં કે એને જઇને કોઇ મનાવતું નથી.

- દિપેશ ખેરડીયા -



બે શેર છે જીદગીના

0 comments
કોઇ મત્લામાં બતાવી જાય છે તો કોઇ મકતામાં બતાવી જાય છે,
બે શેર છે જીદગીના ‘દિપેશ’ને કોઇ આખી ગઝલ જતાવી જાય છે.

- દિપેશ ખેરડીયા -

Monday 22 July 2013

દુવા મેં યાદ રખના

0 comments
ખુદા પાસે તમે રોજ રોજ જયારે પણ મંદીરમાં જાવ ત્યારે કંઇના કંઇક તો દુવા કરતા અને માત્ર તમે જ નહી દેવ હું પણ રોજ દુવા કરતો પણ તમે તો માત્ર એક જ વ્યકિતને માટે દુવા કરતા હતા કોઇ વસ્તું માટે પણ હું એ કયારેય ના જાણતો હતો...

રોજ વહેલા સવારના ૬ વાગ્યામાં તમારો પગલા મંદીરમાં પડતા અને તમારા હાથે જયારે મંદીરના ટકોરા પડતા ત્યારે આસપાસના વિસ્તારમાં એનો ગુંજન પડઘાતો દેવ. આખાય વાતાવરણમાં એના પડઘો એવો પડતો કે જાણે ભગવાન શિવે ડમરૂનો નાદ છેડયો હોય દેવ.

તમારા એક હાથમાં દુધ ભરેલી પ્યાલી અને બીજા હાથમાં શુધ્ધ પાણીથી ભરેલો પ્યાલો, ભાલ પર કરેલા ચંદનના તીલકથી તમારૂ મસ્તક એવુ ચમકતું જાણે સાક્ષાત ભગવાન વિષ્ણનો અવતાર લાગતા. ગંગાજલ અને દુધથી ભગવાનની ભકિત કરતા અને એક બીલીપત્ર ભગવાન આશુતોષને અર્પણ કરતા ત્યારે એમ લાગતુ દેવ કે જાણે હમણા જ ભગવાન કંશુ બોલી ઉઠશે...

તમારી માત્ર ૧૬ વર્ષની ઉમરમાં તમે એક એવી વ્યકિતના પ્રેમમાં પડી ગયા હતા દેવ, જે વ્યકિત પ્રેમ શબ્દને જાણતી પણ ન હતી. રોજ ભગવાન પાસે તમારૂ એક કાવ્યાજલીને માંગવુ મને યોગ્ય ના લાગતું પણ દેવ તમારૂએ ભગવાન પાસેનું નિખાલસ પણુ જોઇને હું ચુપ થઇ જતો..દેવ  

૧૬ વર્ષની તમારી એ બાલી ઉમરમાં તમે પડેલા ૧૫ વર્ષની કાવ્યાજલીના પ્રેમમાં તમારી દિવસની વાતચીતો એકબીજાની સાથે કરવી આ બધુ એક રોમાંચીત કરી મુકે તેવુ હતું દેવ. અને અચાનક એક દિવસ તમારી આંખોમાં આવેલું એ આશું નિખાલણ પણ તમારી ઘટનાનું વર્ણન કરતું હતું દેવ કે કાવ્યાજલી તમને છોડીને અન્ય મીંત્ર સાથે જતી રહી હતી અને તમે એ ભુલી ગયા હતા કે બાળક હતી અને તમે પણ સાહસિક રીતે એક બાળક જ હતા દેવ..

જીવનની દરેક ઘટના સાથે માણસ સહમત થવુ જ પડે છે અને તમે પણ થયા હતા દેવ પણ સમય કોઇને મુકતો નથી તમારા એકાંત્ માટે તમને એક નવી દોસ્ત મળી ગઇ હતી. ઘોરણ ૧૨ માં તમારી એ નવી દોસ્ત નીયતી સાથે તમે કયારે પ્રેમમાં પડી ગયા એ તમને પણ યાદ ન હતું. ફરીથી એ જ મંદીરે રોજ સાંજે તમારૂ અને નીયતીનું મળવાનું તમારૂ આવું મોહક રૂપ ત્યાર બાદ ફરીથી ૨ વર્ષ પછી મને જોવા મળયું હતું દેવ પણ તમારી જીદગીમાં કાવ્યાજલી ગયા પછી આજે નીયતીના આવ્યા થી તમારી જીદગીમાં તમે ખુશ હતા પણ દેવ તમે એ ભુલી ગયા હતા કે તમે ધોરણ ૧૨ ની પરીક્ષામાં હતા ને સતત ઇશ્કમાં રચ્યા પચ્યા રહેતા હતા.. તમારૂ ફરીથી ઇશ્વર પાસે જઇને ભગવાન પાસેથી બસ નીયતીને માગ્યા કરવાની વાત મને જરા અજુગતું લાગતું હતું દેવ પણ તમારા ચહેરા પરની નિદોર્ષતા જોઇને હું ફરી મૌન જઇ જતો દેવ.

ધોરણ ૧૨ ની પરીક્ષા આવીને અચાનક નીયતીના પાપાની નોકરી બદલતા તે બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા હતા અને ફરીથી તમે એ ભગવાન પર ગુસ્સે ભરાયા હતા અને મંદીરે આવવાનું બંધ કરી દીધુ હતું દેવ.

તમારી માત્ર ૧૭ વર્ષની ભણવા-ગણવાની ઉમરે આવા પ્રમમાં પડી ગયા હતા પણ તમે ફરીથી પ્રેમમાં નિષ્ફળ ગયા હતા. કોલેજના શરૂઆતના દિવસોમાં તમે આખી કોલેજમાં તમારા વ્યકિતત્વથી બધાને પ્રભાવીત કરી દિધા હતા અને તમે કોલેજમાં સૌથી પ્રિય વ્યકિત બની ગયા હતા ઝરણાના જેમ જ તમારા જ વર્ગની તેજસ્વી અને હોશીયાર સ્ટુડન્ટ હતી. ધીરે - ધીરે તમારો અને ઝરણાનો પરીચય પ્રેમમાં પાંગર્યો જે કદાચિત તમારી કલ્પના માં પણ નહી હોય દેવ, નદી સાથે ઝરણુ ખળભળ કરતું વહેતું હોય તેમ તમે દુનીયાના તમામ દુખ દર્દ ભુલીને એકબીજામાં ઓળઘોળ થઇ ગયા. ફરીથી તમારૂ એ મંદીરમાં ભગવાન શિવને તમારૂ શિશ જુકાવવું આ હવે તમારા અને મારા માટે કોઇ જ નવી બાબત ના રહી હતી દેવ. ફરીથી તમારા હોંઠે એ ખળભળ કરતા ઝરણાને તમારે તમારા બનાવવાની તીવ્ર ઇશ્ચાઓને તમારા જ્ઞાનતંતું અને ચેતાચચું ઉપર એવી રીતે વશીકરણ કરેલું હતુ કે તમને ઝરણા સીવાય બીજુ કશું જ દેખાતું ના હતું દેવ.. તમારી સાથે થયેલા ૩-૩ વારનાં પ્રેમના વિચ્છેદનને ભુલવા માટે તમે પાગલોની માફક ભગવાન પાસે ઝરણાં મેળવવાની દુવા કરતા અને ઝરણા તમારી આગોષ અને તમારી બાહોમાં એવી રીતે છુપાઇને રહેતી જાણે કે દુનીયામાં ખળભળ કરતા સાગરથી ડરતી હતી.

કોલેજ કાળના ૩ જા વર્ષમા: પ્રવેશતાની સાથે જ તમારા માથા પર કોઇને વજ્રા ધાત કર્યો હોય એવા સમાચાર સાંભળીને તમે પડી ભાગ્યા દેવ, તમારી નશે-નશમાં જાણે રકત થીજી ગયું હોય એમ પડી ગયા. તમારી અંતર અને મન પર ખળભળાટ મચી ગયો માત્ર તમે શુન્યમન્સક બની ગયા દેવ. તમારા બંન્ને પગ જોરજોરથી ઉગતી દિશામાં ગતી કરવા લાગ્યા. હાથ-પગની તમારી ધુજારી તમારા ચહેરા પર બાઝી ગયેલા શરીરની એ પરશેવાના ટીપા તમારી આખા શરીરને ઠ:ડુગાર કરી દીધુ હતું, તમારી આંખ્ માંથી ટપકતા આંશું તમારા એ ગુલાબી ગાલ પર જાણે એવા લાગતા હતા કે કોઇ કમળની આંખમાંથી નીકળતા આંશું..

મંદીરમાં પ્રવેશતાની સાથે તમારૂ એ દષ્ય જોતા જ તમારી આંખો ફાટી ગઇ હતી. તમારા હદયમાં જાણે કોઇએ ઉપરા ઉપરી ઘા મારી દીધા હોય એવું દષ્ય સર્જાયું હતુ દેવ તમારાથી આ સહન ન થતા તમે ત્યાજ ઢળી પડયા હતા કારણ કે તમારી ઝરણા હવે સાગરમાં ભળી ગઇ હતી. તમારી સાથે જ અભ્યાસ કરતા એ સાગરના નામના વ્યકિત સાથે ઝરણાને ચુંબન કરતા તમારી નજર સમક્ષ જોતા જ તમે શુદ્ધી ગુમાવી દિધી હતી.

વધારે પડતું માનસીક દર્દ શારીરિક દર્દ કરતા પણ વધારે ખરાબ હોય છે એ તમે ભૂલી ગયા. દુનિયામાં બધું જ પૈસા કે ભગવાન ની પ્રભુ ભક્તિ કરવાથી નથી મેળવી શકાતું દેવ... સમય થી પહેલા અને ભાગ્ય થી વધારે કોઈને કસું મળ્યું નથી અને કોઈને કશું મળતું નથી દેવ. તમારા નસીબ નું કોઈ નથી છીનવી શકતું તમારી પાસે થી દેવ.. પણ આ વાક્ય સમજવા જેવી ત્યારે તમારી ઉમર ના હતી...

કોલેજકાળ પત્યા પછી અંતે તમારી પ્રભુ ભક્તિ અને ઈશ્વર પ્રત્યે નો પ્રેમ કહો તો પ્રેમ અને નફરત કહો તો નફરત રંગ લાવી ખરા... ખુબ જ મોટી અને પ્રતિષ્ટિત કંપની માં તમને સારા હોદા પર નોકરી મળી ગયી અને સાથે સાથે તમે તમારો અભ્યાસ પણ ચાલુ રાખી શક્યા હતા.. અ ભગવાન ની દયા અને દુવા જ હતી દેવ, તે દિવસ થી કદાચ તમે મેચોર થઇ ગયા હતા, કારણ કે તમારી ઉપર જબવ્દારી નામનું એક તત્વ જોડાઈ ગયું હતું અને નોકરી પર ની જવાબદારી તમે સારી રીતે સમજી સકતા હતા દેવ.

સમય કડી કોઈની રાહ જોતો નથી અને કડી જોશે પણ નહિ કાલ પર આજ સુધી જોઈ વિજય પામી શક્યું નથી એ સતત  ચાલતો જ રહે છે, સમય અને સંજોગ ની સાથે ધીરે ધીરે હવે તમે કાવ્યાંજલી, નિયતી કે ઝરણા ને ભૂલી ગયા હતા. ત્યાર બાદ તમે તમારા લાઇફ માં પ્રેમ નામના શબ્દ થી પણ હચમચી ઉઠતા હતા. પણ તમે લેસ માત્ર દુખી ના હતા પણ તમારી આંખો બધું જ બોલતી હતી દેવ, કે આજ પણ તમે એ દિવસો ને મહાદઅંશે ભૂલી શક્યા નથી. હવે થી તમે રોજ ભગવાન શિવ ની પૂજા પણ કરતા હતા પણ હવે તમે તમારા માટે નહિ પણ તમારી ફેમીલી માટે દુવા માંગતા ગાતા, એમાં કોઈ જ સ્વાર્થ ના હતો એ નિસ્વાર્થ લાગણી હતી તે દિવસ હું અંતર માં હસ્યો હતો કે તમે હજુ પણ દુનિયા અનુભવ લયીને ઘડાયા નથી દેવ...

તમારા સંજોગ અને તમારા ભાગ્ય રેખામાં કદાચિત ઈશ્વરે સ્ત્રી પ્રત્યે નો પ્રેમ ભર્ફુલ લખી નાખ્યો હતો. તમારી ઓંફીસમાં નોકરી કરતી તમારા સ્ટાફની એક સુંદર યુવતિ તમારી સામે અવાર નવાર smile આપતી રહેતી પણ તમે એ બાબતે ધ્યાન ના આપતા. એક દિવસ ઓંફિસ માં વધારે કામ હોય તો તમારે ઘરે જવાનું મોડું થાય ગયું તે દિવસે લીનાએ તમને તમારા બાઈક પર રસ્તા માં છોડી દેવા કહ્યું અને તમારું દિલ ના નહિ પડી શક્યું. લીના તમારી પાછલી શીટ પર તમને અડી ને લગોલગ બેસી ગયી. તેનું  યોવન અને તેમાં મુલાયમ સ્તનનો સ્પર્શ તમારી પીઠ પાછળ થઇ રહોયો હતો, તમે ચાહવા ચાત તમે એ સ્પર્શ નો ઇનકાર ના કરી શક્ય દેવ.. કારણ કે તમારું મન કોઈનો શાહ્વાસ ચાહતો હતો.

તે રાતે જ લીના એ તમને આઈ લવ યુ કહી નાખ્યું દેવ.. અને તમે માત્ર સાંભળતા જ રહ્યા અને તમારી નશે નશમાં એક કોઈને ખંજર મારી ને ચીરો પાડી દીધો હોઈ એવો આભાસ થયો દેવ, તમારું મોંન થીજી ગયુ. લાગણીઓ કરમાઈ ગયી.. કાનમાં અવાજો ના પડદા ફાટી ગયા.  હદય ની અંદર એક ઊંડો આઘાત લાગ્યો અને મોંન મરી ગયું. લીના તમારો જવાબ સાંભળવા તલપાપડ હતી પણ તમારું શરીર ઠંડુગાર  થઇ ગયું, પણ તમારું મન હસતું હતું અને મનોમન બોલી ઉઠયું 'વાહ રે કુદરત'... એક તુફાન આવ્યું ને શમી ગયું.

તમે તમારી જાત ને છેતરી રહ્યા હતા દેવ પણ તમને  એની જરા પણ કલ્પના ના હતી અને કદાચ હતી તો તમે સ્વીકાર કરવા તૈયાર ના હતા. થોડા દિવસ પછી તમારા ટેબલ પર ત્યારે એક કવર પડેલું જોયું. લીના ચેમ્બર માં ના હતી. તમે કવર ખોલીને જોયું તો અને ફરી એકવાર જોરદાર પડઘો પડ્યો અને કાન માં હજારો માઈલ સુધી અવાજ સમ સમી ગયો. અને તમારી આંખોમાં અંધારા આવી ગયા દેવ અને તમે ત્યાં ટેબલ પર જ ઢળી પડ્યા.જયારે તમે હોશ માં આવ્યા ત્યારે તમારી આસપાસ તમારો ઓફીસ નો સ્ટાફ હતો દેવ પણ ત્યારે તમારા ચહેરા પર ગમ નહિ પણ સ્માઈલ હતી અને મનોમન હસી પડ્યા ફરી વાર દેવ.

સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો. જીંદગી ના સારા અને ખરાબ અનુભવ લઈને આજ જયારે તમે 27 માં વર્ષ માં પ્રવેશ કર્યો,  ત્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી અને સારી પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચા ઉચા અને સારા પગાર થી એક સંજોગને પર પાડી અને સારું કામ કર્યું હતું. થોડા દિવસ પછી તમારા પિતા એ તમારા લગ્ન માટેની વાતચીત કરી ત્યારે તમે સાફ ઇનકાર કરી દીધો હતો. તમારા પિતા એ તમને ઘણા સમજાવ્યા હતા એ બાદ પણ તમે એક ના બે ના થયા હતા દેવ.


પ્રેમ

0 comments
કયારેક કયારેક એમ થાય છે કે પૈસા દઇને કોઇનો પ્રેમ ખરીદી શકાતુ હોત તો કેવું સારૂ હોત....કોઇ પાસે પ્રેમની ભીખ તો ના માગવી પડત અને આમ પણ ભીખી-ભીખીને માંગેલા પ્રેમમાં બોવ મજા પણ નથી આવતી... 

ખરેખર કયારેક તો એમ થાય છે કે દુનીયામાં પ્યાર જેવું કશું છે જ નહી માત્ર માણસ એકલો નથી રહી શકતો એંકાત ના સાલે અટલે હંમેશા કોઇને કોઇ વ્યકિતીની ચાહના કરતો રહે છે. સાચે જ હા ઇશ્વર પણ કેવો ગજબનો કલાકાર છે. માણસ હંમેશા કોઇને કહેતો હોય છે હું ફલાણા-ઢીકળા વગર નહી જીવી શકુ એમ છતા એના હાજરી ન હોય છતા પણ એ જીવતો હોય છે. 

એક વાત તો મે માર્ક કરી છે હંમેશા તમે ભગવાન ને જઇને એમ કહેતા હોય ને કે હે ઇશ્વર આ વ્યકિત વગર હું નહી રહી શકું ત્યારે ઇશ્વર હંમેશા માટે તમારી પાસેથી એ વ્યકિતને છીનવી લે છે અને આપણને પડકાર કરે છે અને કહે છે ``જોયું ને આજ પણ જીવી છે ને તું એ તારી મનપસંદ પ્રિય વ્યકિત વગર.....``

- દિપેશ ખેરડીયા -