Saturday 13 July 2013

કોઇ આવી

0 comments
કોઇ આવી ફુલ ધરી અમને મનાવતું રહયું
કોઇ રાહમાં અમારી કાંટાઓ બીછાવતું રહયું,

ખુશી પણ એ હતી દુખ પણ હતું એ વાતનું
અમારાને અમારાનું દુખ મને સતાવતું રહયુ,

મળે કોઇ પણ મારા બનીને મને મળતા રહે
આવી રીતે આવીને અમને જો હસાવતું રહયું,

કરે જો કદી દુર જવાની વાત જો ‘‘દિપેશ’’
વળગી ગળે એમ મૌસમ જો મનાવતું રહયું.

- દિપેશ ખેરડીયા -



Friday 12 July 2013

નથી.....

0 comments
દુવા તો સૌ કરે છે રોજ ખુદા પાસે
પણ દુવા તો રોજ કોઇની ફળતી નથી,

અમારાથી દુર જઇને કયા છુપાઇ છે તું
શોધુ છુ ઘરે-ઘરે છતાં તું મળતી નથી,

જીવતે જીવ બળી જાય છે આખું હદય સૌનુ
પણ મર્યા પછી લાશ બાળયા વિના બળતી નથી,

હવે તો સ્વપ્ન સાથે હકીકત પણ તમે જ છો
તેવું માનીને આંખો પણ બીજા પર ઢળતી નથી

કેવું જાદુ કરી ગયા છો તમે અમારા જીવન પર કે
‘પારસ’ને: નજર પાછી વાળવી છે પણ વળતી નથી.

- પારસ ખેરડીયા -


Sunday 7 July 2013

મારા હદયની વાત

0 comments
હવે મિત્રો જ મને સમજાવે છે મારા હદયની વાત
બીજુ તો કોણ અહીયા જાણે છે મારા હદયની વાત,

દિવસ તો વીતી જાયે છે પણ આ રાતો નથી જાતી
સમજાવે છે કોણ જઇ એને હવે મારા હદયની વાત,

ઘડી ભર પણ પડી નહી એની દષ્ટિ જો મારા પર
દંષ્ય એ શું કહે છે તુજ જાણે છે મારા હદયની વાત,

જગતમાં ઝેર પી ને પણ જીવન જીવી જવાનો છુ
ના રડશે કોઇ મારા મરણ પર મારા હદયની વાત,

‘દિપેશ’ આઘા ખસે તો આંખમાં છલકે છે આંશુઓ
કિમત મોસમની કોણ જાણ છે મારા હદયની વાત.

- દિપેશ ખેરડીયા - 

હદય રકતરંજીશ

0 comments
હદય રકતરંજીશ થયા પછી ગઝલ ફુટી છે
પાપણે કરી છે પતિક્ષા ધીરજ હવે ખુટી છે,
આવીશ કે નહી તું એ નકિક નથી ‘દિપેશ’
લાગે છે જાણે આજે કે મોસમ મારી રૂઠી છે.

- દિપેશ ખેરડીયા -