Wednesday 5 February 2014

પુછમાં...

0 comments
કઈ રીતે લાગણી લખાય છે પુછમાં
કલમ પણ કેટલી ઘસાય છે પુછમાં,

વિચાર છે ફક્ત તુજને જ ચાહવાનો
ને કેટલાનું દિલ ઘવાય છે પુછમાં.

--- દિપેશ ખેરડીયા ---

 

Tuesday 4 February 2014

પરી છે પરીલોકની તું

0 comments
 કોઈ આંખોમાં ખુશી કોઈ આંખોમાં લાલી છે 
તારા મારા પ્રેમની વાત જ્યાં જ્યાં ચાલી છે

ના પુછતી સનમને કે એને કોણ કોણ ગમે છે
ગમે છે બધા પણ તુજ સૌથી વધારે વ્હાલી છે

યાદો તારી હવે આ દિલના ઝરુખે ડોકાય છે
આખોને ખોલી જોઉં છું ત્યાં ઝરુખો ખાલી છે

પરી છે પરીલોકની તું ઈન્દ્રલોકની અપ્સરા છે
તુજ સમું દિવસનું તેજ રાતની ચાંદની કાલી છે

-- દિપેશ ખેરડીયા 

Sunday 2 February 2014

એક મુલાકાત રજનીકુમાર પંડ્યા સાથે...

0 comments
ગુજરાતી ભાષામાં લખવા છતાં જેમની નામના સમગ્ર ભારતમાં છે અને ભારતની બહાર વિદેશોમાં પ્રસરી રહી છે તેવા જુજ ગુજરાતી સાહિત્યકારોમાં રજનીકુમાર પંડ્યાનું નામ પ્રથમ પંક્તિમાં આવે..

અત્યાર સુધીમાં રજનીકુમાર ના ૫૦ ઉપરાંત પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. તેમાંથી નવલકથાઓ તો માત્ર ૭ જ છે, પરંતુ તેમાંથી અર્ધાથી વધારે તો ટો.વી. સીરીયલ કે નાટકમાં રૂપાન્તર પામી. હાલમાં જ તેમની એક નવલકથાના હક્કો હિન્દી ફિલ્મ માટે વહેચાયા. તેમની સૌથી વધુ યાસોદાયી નવલકથા "કુંતી" પરથી રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે બે વાર ટી.વી. સિરિયલો બની અને પ્રાઈમ ટાઇમમાં દર્શાવી. "કુંતી" ની માંગ તો મશહુર સ્ટાર દેવ આનદે રજનીકુમારને સામેથી પત્ર લખીને કરી હતી. ઉપરાંત રાજ્નીકુમારે વિશેષ  આમંત્રણથી ૧૯૯૪ માં અમેરિકા જઈને સાચા પાત્રો વચ્ચે રહીને લખેલી ડોક્યુનોવેલ 'પુષ્પ્દાહ' પરથી મુંબઈના નિર્માત્રી સુશીલા ભાટિયા 'વો સુબહ હોગી' નામની ધારાવાહી હિન્દીમાં બનાવી રહ્યા છે. જેના સંવાદો તેમના ભાઈ હરીશ ભીમની ('મેં સમય હું' ફેઈમ) લખી રહ્યા છે. તો રાજ્નીકુમાંરની નવલિકા 'જુગાર' પરથી અભિનેત્રી આશા પારેખે જ્યોતી સીરીયલમાં એક એપીસોડ બનાવ્યો તો શ્રી ગોવિંદ સરૈયાએ પણ તેમની એક વાર્તા 'આકાશમાં છબી' પરથી who માટે ટેલી ફિલ્મ બનાવી હતી. રાજ્નીકુમાંરની નવલકથા 'અવતાર' પરથી મુંબઈના નાટ્યકાર અરવિંદ જોશીએ 'આયના તૂટે તો બને આભલા' જેવું સુંદર સ્ટેજપ્લે બનાવ્યું હતું. રાજ્નીકુમાંરની ટૂંકી વાર્તાઓ પરથી અમદાવાદ દૂરદર્શને 'ભાત ભાત કે લોગ' સીરીયલના ઘણા એપોસોડ બનાવ્યા હતા તો તેમની 'પરભવના પિતરાઈ' ચરીત્રાતમક નવલકથા ઉપરથી ટેલી ફિલ્મ બની હતી.