Friday 21 June 2013

જીંદગીમાં બહુ બધે જ તારા વિચાર છે

0 comments
જીંદગીમાં બહુ બધે જ તારા વિચાર છે
મારીય જીંદગી મૌસમ પર નિસાર છે,

મારો પ્રેમ તું કદીય માપી જ નહી શકે
તારો ને મારો  પ્રેમ કયા ભારોભાર છે,

જાલીને હાથ મારો મને છોડી દે છે કા ?
ના પ્રેમ મારો શબ્દોથીજ પારાવાર છે,

નથી આમ તો કશું નથી ‘‘દિપેશ’’ ને
જે કહી છે એ ફકત  તારો આધાર છે..

- દિપેશ ખેરડીયા -
તા. ૨૦/૬/૨૦૧૩

Sunday 16 June 2013

0 comments
ચહેરા પર મુશ્કાન એ જ તો અમારી આદત છે
તમને બસ ચાહતા રહેવું એ અમારી ચાહત છે,

- દિપેશ ખેરડીયા -

છું હું બીજુ કશુ નથી

0 comments
છું હું બીજુ કશું નથી શુન્યનો આકાર છું
છું હું બીજુ કશુ નથી નિત્ય નિરાકાર છું;

સ્વામી છું, ગુરૂ છું, આદી છું, અનાદી છું
છું હું બીજુ કશુ નથી દિવ્ય અવતાર છું;

શકિત છું, ભકિત છું, મુકિતનો માર્ગ છું
છું હું બીજુ કશુ નથી જગતનો આધાર છું;

પાર્થ છું, અર્જુન છુ, દૌપ્રદીના ચીર છું
છું હું બીજુ કશુ નથી ગીતાનો સાર છું;

પુષ્પ છુ, પંખી છું, પીર છું, દાતાર છું
છું હું બીજુ કશુ નથી સ ષ્ટિસર્જનહાર છું.

- દિપેશ ખેરડીયા 


0 comments
ફકીરી ચંદ હિસાબની છે ફકીરોના વેશમાં
ગરીબી પણ મેં જોઇ છે અમીરોના દેશમાં.

- દિપેશ ખેરડીયા -