Monday 14 April 2014

"TOGETHER FROM SOUL" by - Khushbu Panchal

0 comments

"TOGETHER FROM SOUL"

By - Khushbu Panchal

"દર્દ ભી તું ઔર દવા ભી તું";
ઇસ બેદિલી કા કારવાં ભી તું;
તું હી શીકસ્ત તું હી બરીસ્ત;
મેરે લિયે યેહ જહાન હૈ તું. 


આ પ્રેમ આટલા આંસૂઓ કેમ આપે છે? છે તો એ લાગણીઓ નો સમૂહ જ..એકબીજા ને સંકળાયેલા રાખતો બંધ જેના વિષે કહી ના શકાય ને અકબંધ જ રહ્યા કરે.જેના પુસ્તક ના દરેક પન્ના પર ફક્ત એનું જ નામ ચીતરાયું હોય "પ્રેમ". સાથે થોડા સાથીદારો ની ફૌજ હોય લાગણીઓ,ભાવનાઓ;હાસ્ય થી રુદન સુધી વિસ્તરેલો એક તેનો જ સમૂહ. આ એક પ્રેમ સાથે કેટલું બધું જોડાયેલું છે.

અને આ પ્રેમ માં એ નથી સમજાતું કે ત્વરિત કોણ છે; હું લાગણીઓ લઇ ને;તું પ્રેમ લઇ ને; કે આપને; કે પોતે પ્રેમ કે કોઈને જોડતો કોઈને દૂર કરતો આ સમય? કોણ ત્વરિત છે તેની એક વિમાસણ ઉભી થાય છે.તેમાં જુદાઈ ને આંસૂ વગર તો મજધારે અટક્યા જેવું છે એના વગર તો પ્રેમ નું ક્યાય નામ જ નથી; આટલો રમણીય થઇ ને આટલો દર્દ કેમ આપે છે આ પ્રેમ.


હું,તું ને આપને; આપના અર્થ,આપણી જિંદગી ખબર નહિ એ દિવસ ની મુલાકાત પછી ક્યાં ખોવાઈ ગઈ . દિવસો વિતતા જાય છે તેમ તેમ આ યાદો કેમ વધુ ગાંધી બની ને વીંટળાઈ પડે છે ને એવી કે પોતે વિખેરાઈ જાવ એક તણખલું પણ અડકી લે તો. ને ત્યારે એક જ વિચાર આવે કે મારો આ પ્રેમ મને ક્યાં લઇ જશે ? તારી યાદ માં લખેલા એ એક-એક ડાયરીનું પાનું લખાઈ ને પણ કોણ જાને કેમ કોરું જ લાગે છે.તને આપવા માટે સાચવી ને રાખેલા એક ગુલાબ ની ખુશ્બુ હજી આ કિતાબ માં એમ જ છે;હજી તેની મેહક ત્યાં જ રોકાઈ પડેલી છે. એ દિવસે આપને મળ્યા હતા કે પછી છુટા પડ્યા એજ નથી સમજાતું . ને ત્યારપછી હસવું-રડવું;હારી બેસવું કે જીવવું નથી સમજાયું. એ બધું એકસમાન જ થઇ ગયું બધું જ.આજે ફરી થી પેલા દ્રવેર માં કામ થી હાથ નાખતા તારી એ જ તસ્વીર ને મારી એજ ડાયરી મને મળી આવી ને ફરી થી એ સમય યાદ આવી ગયો. તું એ દિવસ પછી ક્યાં છે એ નથી જાની શકાયું;તને શોધ્યા પછી તારા મળ્યા પછી ને તારા ગયા પછી તને શોધવામાં પાછી પાની કરી ને પાછા ના આવી શકાયું.અને એ પણ ના કહી શક્યો કે હા તને પ્રેમ કરું છું. ના એતો એ ફૂલ કે ના તો એ પત્ર તને આપી શક્યો . મારા જીવન માં હું ને તારા જીવન અમતું બંને આગળ ના વધીએ તો પણ ચાલે તેમ ન જ હતું, તારી ખબર નથી પણ એટલું નક્કી કહી શકું તું કોઈ નવી પેહચાન સાથે આગળ વધી જ ગઈ હોઈશ.


આજે મને નથી ખબર કેમ આ તને કહી રહ્યો છું કેમ આજે તારી આટલી યાદ આવી રહી છે;કે છુટા પડ્યા પછી પણ સમય યાદો ના તીર લઇ ને આવી જ પોહ્ચે છે ને આજે પણ હું ખોવાઈ જ જાવ છું. આજે પણ તારી જાંજર ના અવાજ રણક્યા કરે છે; આજે પણ જો તારું સ્વપ્ન આવે તો હું સુઈ નથી શકતો.તને શોધવા ફરી થી ક્યાંક તારા સ્પર્શ અનુભવું ત્યાં ચાલ્યો જાવ છું.વસવસો થઇ પડે તો આ મન ને પૂછી લઉ છું કે તને હવે આપનો પ્રેમ,હું, કઈ યાદ આવે છે; શું તને આજે પણ મારા મન નો સાદ સંભળાય છે;શું તું આજે પણ મારી યાદ આવતા ખોવાઈ જાય છે;મને આજે પણ તારી યાદ આવતા એમ જ લાગે છે કે તું આસપાસ છે; તું મને બોલાવે છે.આજે બીજા બંધન માં મારું નામ લેવાય છે છતાં તારા થી ઊર નથી થઇ શક્યો;ને એ નથી સમજી શક્યો કે આપને દૂર રહી ને પાસે છીએ કે સાથ ચાલી ને દૂર?

આ આંસૂ વરસી પડે ને દિલ ની ગાગર તરસી પડે તારી યાદો આવી જ પરિસ્થિતિ સર્જી ને જતી રહે છે;આ તન્હાઈ ને આંસૂ મારા સાથી છે કબૂલ;ને આ પ્રેમ ને હું ગમે તે કહું;એ લાખ દર્દ આપે કબૂલ;તેની જુદાઈ;મારા આંસૂ;આ તડપ બધું જ કબૂલ પણ તું અમર છે પ્રેમ; દરેક મૌસમ સાથે તારી મૌસમ જોડી દેતો તું અમર છે પ્રેમ.


----- AMMY

વાંસળી માં સુરો

0 comments


ગઝલોમાં બધા છંદનો નિવાસ બોલે છે
સુરોની સાથ તાલ ઘણુંય ખાસ બોલે છે,

આ વાંસળી માં સુરો નીકળે છે ક્યાંથી
લાગે છે હવાની કોઈ ભીનાશ બોલે છે..

- દિપેશ ખેરડીયા -