Saturday 13 April 2013

થયા છે લોક ભેગા

થયા છે લોક ભેગા કેમ, આ શાની ખુશાલી છે ? 
કોઇનો જાન ચાલ્યો કે, કોઇની જાન ચાલી છે ?

ઘડીમાં દિપ સગળે છે, ઘડીમાં ઓલવાયે છે 
અમારી આ જવાની છે, કે પાગલની દિવાની છે

પતી જાયે છે ઘર મેળે, અમારે દાન અશ્રુનું
હદય પોતે જ દાતા છે, નયન પોતે સવાલી છે

રડે છે કોણ એવું પોક મુકી ‘શૂન્ય’ ના શબ પર
મને લાગે છે એ રઝળી પડેલી પાયમાલી છે..

- શૂન્ય પાલનપુરી - 

0 comments:

Post a Comment