Saturday, March 24, 2012

મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી.

પોત પોતાના જ માટે સૌ કરે છે પ્રાર્થના,
કોઈના માટે કદી કોઈ દુવા ક્યારે હતી.

હું ય ક્યાં ફૂલોની માફક કોઈ દિ’ખીલી શક્યો,
તું ય જો ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી.

એણે શ્વાસમાં જ વાવાઝોડું સંતાડ્યું હશે,
હા, નહિતર આવી ભારેખમ હવા ક્યારે હતી.

સંત અથવા માફિયા માટેના છે જલસા બધા,
આપણા માટે તો આવી સરભરા ક્યારે હતી.

આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી.

રમતાં રમતાં મેં ગુજારી છે "દિપેશ" આ જિન્દગી,
મારી કોરી આંખમાં ભીની વ્યથા કયારે હતી...

તારી યાદના ટુકડા

તારી યાદ ના વિખરેલા ટુકડા શોધીને વીતેલા પળો ની તસ્વીર બનાવી લઉં
પોતાની બધી ખુશી તારા નામ લખી ને પોતાની તકદીર બનાવી લઉં

( દિપેશ ખેરડિયા )

પાગલપન

પાગલપન પણ એવા કરૂ છે કે લોકો મનેશાયર સમજે છે

દિપેશ તો ઘાયલ થયો છે અને લોકો એને મહોબત સમજે છે

( દિપેશ ખેરડિયા )

Thursday, March 22, 2012

Mane Prem Karvano

Mane Prem Karvano Matlab Su Che,
Yaad Ma Mari Rovano Matlab Su Che,
Mara Mate Anshu No Matlab Su Che,
Khayal Ma Mara Khovano Matlab Su Che...

એની યાદમાં દિપેશ

મૌતને પણ મીઠુ કરી લીધુ એની યાદમાં

બાંધી પાળ ડુબી ગયો કુવે એની યાદમા

મોતીની વાતો મારી પાસેના કરજે "દિપેશ"

હુ ખુદ કાચ બની ગયો છુ એની યાદમા

( દિપેશ ખેરડિયા )

Wednesday, March 21, 2012

એની નફરત

એની નફરત પણ મને પ્રેમ કરે છે
હુ કયા જાણુ છુ એ કેમ કરે છે
નથી કહેતા "તુ" મુજને એ "દિપેશ"
"તમે" કહીને મને ઘાયલ એમ કરે છે.
( દિપેશ ખેરડિયા )

Dil Ma Haju pan

Aa Aakho Kem "Sapna" Pa6a Thele 6e ?
Koini Yado Ma Aakho Ma Chomasu Rele 6e..
Aato Bhuli Ne alvida Kahi Chalta Thya.. Pan aa Dil Ma Hju Pan Tari Dostina Rang Rele 6e...
> Kashish

Muskan

Muskan To Tere Sath chali Gayi
Kya Koi Baat Jo aaj Chali Gayi
aE_Dipesh
Karta Tha Jo Tere Intzar Kal Tak
aaj Tu aayi To Meri Laash Chali Gayi..

( Dipesh Kheradiya )

પ્રેમની ઝલક

આજ તારી આંખોમાં કંઇક ચમક હતીં
ખબર નહી તે કયા રંગની રમત હતીં
જોય હતી તારી આંખો આજ અંધારામા
જરૂર તે મારા જ પ્રેમની ઝલક હતીં

( દિપેશ ખેરડિયા )