Saturday, 31 March 2012
આજ ટુટેલા દિલમાં કઇંક તકલીફ થાય છે
નથી ખબર કોના માટે ને કયાં અર્થે થાય છે;
જાય છે ઘણા લોકો દિલ તોડીને "દિપેશ" નું
પાછળથી તેઓ પસ્તાય એવી ચર્ચા થાય છે;
વિખેરાય વાદળ જયારે મેઘ ડંબર થાય છે
પવન પણ કયારેક વગર હવા બદલાય છે;
કોઇ કલાકાર એની કલાથી જ ઓળખાય છે
અહીંયા તો શાયરનું દિલ પણ ટુટીં જાય છે;
મારા દિલની હવે શું વાત કરવાની એ દોસ્તો
આજ ટુંટલા દિલમાં કંઇક તકલીફ થાય છે...
- દિપેશ ખેરડીયા -
Thursday, 29 March 2012
કોઇ સતત મને ચાહયા કરતું આભાસ હતો એ
તે મલ્યા પછી સતત મારા પ્રત્યે ઉજાસ હતો એ
કોઇ વેળા જયારે મલીં જતા 'દિપેશ' મને એ
જોઇ મને પછીં કેવા સાથીં શરમાય જતા એ
નજર જયારે મલે તેની નશામા મારા ડુબી જાય એ
કયારેક અમૃત આપી મને અમર કરી જાય એ
સપના પણ સજાવતા પછી કેવા રડાવી જાયે એં
( દિપેશ ખેરડિયા )
Wednesday, 28 March 2012
કોઇ કારણ ન હોય છતા કોઇ કારણ છુપાયેલું હોય છે
રગ રગ માં જાણે મારા રકતની ધારા વહેતી હોય છે
મને સાંભળ્યા પછી પણ એ મૌન કેમ રહી "દિપેશ"
રહસ્યની લાગણી શું સાચે જ એના પર ગુંથાયેલી હોય છેં
( દિપેશ ખેરડિયા )
રગ રગ માં જાણે મારા રકતની ધારા વહેતી હોય છે
મને સાંભળ્યા પછી પણ એ મૌન કેમ રહી "દિપેશ"
રહસ્યની લાગણી શું સાચે જ એના પર ગુંથાયેલી હોય છેં
( દિપેશ ખેરડિયા )
Tuesday, 27 March 2012
ઝાંકળઝોમ કયાંક વર્ષા થઇ ગઇ તારી યાદોના પગલે
તરસે છે મારા નયન તને જોવા ડગલે ને પગલે
કોઈ પણ ફુલ ચાલશે તારી ફોરમ પાથરવાં
પછી સનમ હું ગુલાબ પાથરીશ તારા પગલે પગલે
સુવાસમાં પણ કોઇ કવિતા બનતી તારી યાદોના પગલે
મહેકી જતો હું તારા સુવાસના પગલે પગલે
ગુંજન તારી આખા આકાશમા લહેરાવતી જયારે તું
ગુંજિ ઉઠતું આખું આકાશ તારા ગઝલના પગલે પગલે
"દિપેશ" ને તું શું ઘાયલ કરશે ઓ કુદરત
એ તો સતત ચાલતો રહયો છે તારા પગલે પગલે
( દિપેશ ખેરડિયા )
તરસે છે મારા નયન તને જોવા ડગલે ને પગલે
કોઈ પણ ફુલ ચાલશે તારી ફોરમ પાથરવાં
પછી સનમ હું ગુલાબ પાથરીશ તારા પગલે પગલે
સુવાસમાં પણ કોઇ કવિતા બનતી તારી યાદોના પગલે
મહેકી જતો હું તારા સુવાસના પગલે પગલે
ગુંજન તારી આખા આકાશમા લહેરાવતી જયારે તું
ગુંજિ ઉઠતું આખું આકાશ તારા ગઝલના પગલે પગલે
"દિપેશ" ને તું શું ઘાયલ કરશે ઓ કુદરત
એ તો સતત ચાલતો રહયો છે તારા પગલે પગલે
( દિપેશ ખેરડિયા )
Subscribe to:
Posts (Atom)