Thursday, 13 June 2013

0 comments
ભરી નથી માંગ ભલે તારી મારા સિંદુરથી,
સાચવી રાખી છે મે પણ નયનના નૂર થી..

- દિપેશ ખેરડીયા - 
0 comments
આંખનું પ્રતિબિબ દર્પણ માંથી એમ ચોરાય જાય છે
 શુન્યઅવકાશમાં જાણે કે તારા અવાજો સંભળાય છે.

- Dipesh Kheradiya

Monday, 10 June 2013

ડો. મૌસમ

0 comments
સવારના નવને બાર મીનીટે અંજલી આર્કીટેકટમાં ફોનની રીંગ વાગે છે. ‘‘હેલ્લો,..’’ સામે છેડેથી સ્ત્રીનો અવાજ સંભળાય છે. ‘‘હેલ્લો, અરમાન શાહ બોલો છો તમે ?’’
‘‘નહી, સર હજુ આવ્યા નથી. આપ કોણ બોલો છો ?’’
‘‘જી મારે અરમાન શાહનું જ કામ છે એના મોબાઇલ નંબર આપો પ્લીઝ..’’ એ સ્ત્રીનો અવાજ ગળગળો થઇ જાય છે.
‘‘આઇ એમ સોરી... હું આપને જાણતો નથી અને સરની પરમીશન વગર હું આપને નંબર
નહી આપી શકુ.’’
        ‘‘મારે અરમાનને રૂબરૂ મળવુ છે..’’
        ‘‘ઓકે. તમે આજ સાંજે ૪ વાગ્યે આવી શકો છો. હુ આપની એપોન્ટઇમેન્ટ નોંધ કરી લઉ છુ..’’
         ‘‘ઓકે, થેન્કસ..’’ ફોન મુકાય જાય છે.
ઘડીયાળમાં સવારના ૧૦ વાગ્યા છે. વાતાવરણ એક દમ ઠંડુ અને માદક છે હમણા જ વરસાદ ૮ વાગ્યે જ વરસાદ શાંત પડયો હતો.
અરમાન ઓફીસમાં દાખલ થાય છે. રોજની જેમ ભગવાનની પુજાપાઠ કરીને પોતાની ડાયરી જોવે છે. તેની નજરમાં લખેલી એપોઇન્ટમેન્ટ પડે છે. કોઇ ગુમનામ વ્યકિતને આજ સાંજના ૪ વાગ્યાની એપોઇન્ટમેન્ટ લખેલી છે, કૌસમાં એફ લખેલો છે મતલબ કે તે ફીમેલ છે. અરમાન મીતને બોલાવે છે.
મીત ચેમ્બરમાં દાખલ થાય છે. ‘‘યસ સર..’’
        ‘‘આ કોને એપોઇન્ટમેન્ટ આપેલી છે આજ સાંજના ૪ વાગ્યાની. ?’’
        ‘‘સર, કોઇ સ્ત્રીનો ફોન આવેલો હતો તે આપને મળવા માંગતી હતી મેં નામ પુછયુ હતું પણ, તેમને ના જણાવ્યું’’
        ‘‘હમમ.. ’’
        ‘‘તે વ્યકિતએ તમારો મોબાઇલ નંબર માગ્યો હતો પણ આપની પરમીશન વગર મે ના આપ્યો અટલે એણે રૂબરૂ મળવાની વાત કરી અટલે મે સાંજના ૪ વાગ્યાનું કહયુ. તેણે થેકયુ કહીને ફોન કટ કરી નાખ્યો.’’