Wednesday, March 6, 2013

- મુકતક -

બધા દદોં એંકાત માં ખાળી રહયો છુ
શ્રોતા બની શાયરોને ભાળી રહયો છુ
નથી કોઇ ગજાનું કે મુજથી આવી શકે
દિપેશ નામથી સૌને હંભાવી રહયો છુ

- દિપેશ ખેરડીયા -

આડા ઉભા સૌ પથ્થર આવી રીતે વરતાય છે
માણસ બગડેતો માણસની જાતમાંથી જાય છે

કોઇ દલીલો ફળતી નથી કે એની સામે જઇ કરો
માણસ બગડેલો બધીય એની વાતમાંથી જાય છે

સૌ લોકોની આવી વ્યથા સૌ લોક ની છે આ કથા
બગડેલો માણસ બધાની ચંચુપાત કરતો જાય છે

આળસ મરડીને હંમેશા એ ઉભો એમ થાય છે
જાણે કોઇ રાવણ આવી એને લાત મારી જાય છે

સૌની વાતો અહી સૌ કરે સૌ વાતમાં મશગુલ છે
દિપની વાતો સાભંળી સૌ નાતજાત માંથી જાય છે

- દિપેશ વી. ખેરડીયા -
- મુકતક -

સદાયે મારા હોંથને હવે હસતા રાખુ છું
ઇશ, અલ્લાહ, રામને વસતા રાખું છું.

--------------------------------------------------------------------
ના જાણવાનું ઘણુબધુયે તારૂ જાણી ગયો છુ હુ હવે
સારી રીતે  તુજને ભકિત  પીછાણી ગયો છુ હુ હવે,

ખુદ છે એક ધરા ધરતી પર એ ધારી ગયો છુ હુ હવે
વરસાદમાં ભીંજવાની મૌસમ માણી ગયો છુ હુ હવે,

સાતે રંગોનો એક રંગ તને કદી માની ગયો છુ હુ હવે
બીજા છ રંગોમાં ખુદને સારે સમાવી ગયો છુ હુ હવે,

આજ તારી ગઝલ સમું તુજને પામી ગયો છુ હુ હવે
જીતવું નથી  તારી સામે ખુદને હારી ગયો છુ હુ હવે,

એમ જ તો કદી અમે તમને ચાહતા ના હતા ‘દિપેશ’
તમારી બધી ખામોશી પર ખુદા વારી ગયો છુ હુ હવે.

- દિપેશ વી. ખેરડીયા -


Tuesday, March 5, 2013

- મુકતક -

નથી છંદો મળતા નથી સુરા ફળતા
મે જેમ તેમ કરી જોટવી નાખી છે
નથી શાયર કે નથી કોઇ કવી કિન્તું
અમર શબ્દોમાં ગઝલ ગોઠવી નાખી

----------------------------------------------------------

કદી આદત નથી પહેલી ગઝલ લઇને આવ્યો છુ
તમને ભેટ ધરવા પહેલી નઝમ લઇને આવ્યો છુ


તમારી ગઝલો જરા ખુદથી પામાલ લાગે છે
અમારી ગઝલ તો તમને જરા કંગાલ લાગે છે

હવે લખવી નથી કદીયે અમારે કોઇ ગઝલ
અમારી કલમને પણ એનું અપમાન લાગે છે

નિધન અને ધનવાનને અમે જોયા ઘણાયે છે
બધા લોકો ખુદથી જરા અહી બેધ્યાન લાગે છે

ખુલા ચહેરામાં મુખોટા લઇને ફરતો માનવી
બધા વચ્ચે એ લોક ઘણા બેનકાબ લાગે છે

અફીણ આપી બધાને એક અફીણે ચડવું છે
મળેલું મૃત્યું પણ જરા અહી બેજાન લાગે છે

નશેનશમાં રહેશે ભકિત તણી મારી લાગણી
ભુલાવું પ્રેમતો આ પ્રેમ જો બેનામ લાગે છે

સુરાલયમાં પીધેલ જામ ખાલી થઇ ગયો ‘દિપેશ’
પડેલા ગ્લાસ ખાલી ખાલી શૈતાન લાગે છે.

- દિપેશ વી. ખેરડીયા -



Sunday, March 3, 2013

એક નાની અમથી બાબતમાં,
કોઇ આટલું બધુ રીસાતું હશે..?
પ્રેમની થોડીક બાબતમાં તો
કોઇ આટલું બધુ ખીજાતું હશે..?

તું દુર છે માટે મજબુર હશે,
તારાથી દુર કોઇ ત્યા જાતું હશે..?
હવે માની જા એ મહોતરમાં,
આવી રીતે કોઇ રીજાતું હશે..?

તું પૂનમથી પણ સુંદર છે,
કોઇ ચાંદ પર જોવા જાતું હશે..?
તને પામી જવા માટે ખુદ જો,
કુદરતનું હૈયુ તુજથી ઢોળાતું હશે..?

તારા માટે કરૂ કેટલી ગઝલ,
‘દિપેન’ આમ કોઇ શરમાતું હશે..?
ચંદ પર બેઠા બેઠા કોઇ તો,
ચાંદની ગઝલ ગાતું હશે..?

- દિપેશ વી. ખેરડીયા -
તું જો કામણગારી છે
આ વાત અલગારી છે,

તારી જીદગીમાં ખુશી
મેં પણ શણગારી છે,

તારી સામે જોવા માટે
મારે તો ઘરબારી છે,

પ્રથમ તારી પ્રેમ પુજા
પછી મેં પરવારી છે,

તારી ચાહતમાં લુટાંઇ
મેં ગઝલ શણગારી છે,

તારા યૌવને વારી ગયો
આ વાત અણધારી છે,

રૂબરૂ કદી મળતા નથી
તું બહુ વટવાળી છે,

જેમ તેમ લખી ગઝલ
પછી ખુબ મઠારી છે,

સુયૃ સમ દેખાવ દિપેન
તેજ મારૂ તલવારી છે,

તું જો કામણગારી છે
આ વાત અલગારી છે.

- દિપેશ વી. ખેરડીયા -

આંખોના ઈશારા જડી ગયા
તમને તો ઇશ્વર મળી ગયા,

અમને તો કદી મળતા નથી
જે લોકો તમને મળી ગયા,

મેં તો મંદિર ને મસ્જીદ માં
તારુ સ્થાન બનાવી રાખ્યુ છે,

અમે પ્રેમના નામે એ દોસ્ત
ઇશ્વર સાથે પણ લડી ગયા,

એક નામ તો તારુ લીધુ હતું
મે કયા કઇ બીજુ કીધુ હતું,

તારી ગઝલ સાંભળીને ‘દિપ’
અમે તારા પ્રેમમાં પડી ગયા.

- દિપેશ વી. ખેરડીયા -
આજ મારી જીદગીને માર થયો છે
લોકોને મુજથી કોઇ ખાર થયો છે,

ખુલી આંખે મેં જોયા છે સપનાને
મારી પાંપણો પર હવે ભાર થયો છે,

હું કઇ બનીનાં શકુ એવું જે કહેતાતા
મારી ગઝલોને હવે વેપાર થયો છે,

તકદીર પર રોવાનો કોઇજ અથં નથી
સંજીવની મળેતો સાચો સાર થયો છે,

‘દિપેન’ હવે બંધ કર આંખો તું પણ
મરણ પણ તારો જોને યાર થયો છે.

- દિપેશ વી. ખેરડીયા -
તું નથી પણ તારી છબી દિલમાં રઇ ગઇ છે
સમયનાં ચક: કેરા તું મને ઝખમ દઇ ગઇ છે,

અકાળે નાશ કદી કોઇનો વિનાશ હોતો હશે
મારા માટે જગતમાં તારી આશ રઇ ગઇ છે,

મરણ પણ એવું મરણ જે કંપાવી ગયું મુજને
મરણ પહેલા તું મૃત્યું કેમ સમીપ વઇ ગઇ છે,

તારા વિનાના જીવનમાં કોઇ રસ્તો મળતો નથી
અધુરી વાતો મારી,મારી અધુરી પ્રિત રઇ ગઇ છે,

‘દિપેશ’ તમારી ગઝલોમાં વાતો મારી ના લખતો
ગઝલ તારી આ લોકને એક સંદેશ દઇ ગઇ છે.

- દિપેશ વી. ખેરડીયા -