Friday, November 15, 2013

Happy Children's Day

Happy Children's Day

નથી જોતી જવાની મને મારૂ બચપણ દઈ દે..
હતું જે મારા થી મારૂ મને એ સગપણ દઈ દે..

- દિપેશ ખેરડીયા 

Tuesday, November 12, 2013

કોઈ કિતાબ ના

કોઈ કિતાબ ના પન્ના પર એવો કમાલ થવો જોઈએ
ના હો ફક્ત ગઝલનો નઝમનો ધમાલ થવો જોઈએ

શોધી શોધીને જવાબો થાકી ગયો છું તમારા પ્રેમના
આપવા જવાબ તમો ને આવો સવાલ થવો જોઈએ.

હું ડુબ્યો છું અને તું કેમ સદ્ધર છે મને કહે જે 'માલીક'
ના બચે તું પણ થોડો પાયમાલ કંગાલ થવો જોઈએ.

-- દિપેશ ખેરડીયા --



Monday, November 11, 2013

આંખોમાં ફક્ત


આંખોમાં ફક્ત આંશુનું પ્રતિબિંબ હોતું નથી
હદય રડે એનું માલિક રૂદન કદી રોતું નથી

હોય હજારો દર્દ એની કલ્પના કરી જુવો ને
લાખ હોઈ વૈભવ એ વૈભવ કોઈ જોતું નથી

કોઈ નવાજીસ નથી જુનો જિંદગીને ઝેર છે
મૃત્યુ બોલે છે જીવનનું કફન બોલતું  નથી

સુરા પીવાથી માલીક એમ કૈફ ચડે ક્યાંથી
દવા હશે કોઈ બાકી કોઈ ઝેર ઘોળતું નથી.

- દિપેશ ખેરડીયા 'માલીક'




કલમ લઇ કાગળ

કલમ લઇ કાગળ ઉપર કવિતા કરવા બેઠો છું,
તને જોઇને સાગર ઉપર સરિતા કરવા બેઠો છું,

નદીની છું ભાળમાં એટલે અહી અટકી ગયો છું,
બાકી હુંતો વાદળ ઉપર લલિતા કરવા બેઠો છું.

--- દિપેશ ખેરડીયા ---

જવાની જવાની

જવાની જવાની મરણ થઇ જવાની
કહાની ૫છીથી ખતમ થઇ જવાની,

અજાણે ન જાણે તમો ને  અહી ૫ણ
ભુલાવી જ દેશે સનમ થઇ જવાની,

ફુલોના જેવુ જીવો જીવનને તમારા
ફરીથી બાગમાં ચમન થઇ જવાની,

અઘૂરીમાં હું માલીક કથા પૂરી કરું છું
મળે જો મને ફરી કલમ થઇ જવાની.

---------- દિપેશ ખેરડીયા ----------

Sunday, November 10, 2013

પ્રકૃતિના સ્પર્શનો

પ્રકૃતિના સ્પર્શનો આઘાત છું કે શું છું !
બની બેઠેલા કવિની જાત શું કે શું છું !

દિપેશ ખેરડીયા