Tuesday, April 16, 2013

એક હાથમાં સુરા

મારા એક હાથમાં સુરા એક હાથે જામ છે
બંને ના આ જગતમાં બહુ ઉચા દામ છે,
હોઠે લગાડી પીધુ તો સમજણ પડી છે જો
સાચી સુરાને જામમાં છલકાતી આગ છે.

- દિપેશ ખેરડીયા - 

કબર પાથરી

કબર પાથરી જયા બેઠો ધરા પર
મૃંત્યુ ગયુ ભાગી છોડી સભા પર

ભરોસો હતો જયા મને ઇશ પર તે
રહયો નથી જો હવે એની દયા પર

મંદીરને મસ્જીદ ઉઘાડે છે દવારો
રહયો છે ખુદા કયાં એની લજા પર

‘દિપ’ છે હજારો ને લાખોમાં સામે
પડે પ્રકાશ છે જો એનો સભા પર..

- દિપેશ ખેરડીયા -

Sunday, April 14, 2013

છંદો ઘટે......


છંદો ઘટે, સુરો ઘટે, શબ્દો નો પ્રવાસ હોય,
ગઝલ સમુ લખો તો બંધબેસતો પ્રાસ હોય,
શોધવા જતા મળે નહી ખુદા જો તમને તો,
એ હંમેશા તમારી નજીક તમારી પાસ હોય..

- દિપેશ ખેરડીયા -