Sunday, April 28, 2013

ઉર્મિઓ ઢોળાઇ જાયે  છે ને 
જાયે આંખો મારી છે ભીંજાય

રમત એવી રમી શબ્દો એ
ગઝલ આખી ગઇ છે પીંખાય

તમારા શહેરમાં આળોટુ
હુ આવી રીતે કયારે દિપેશ

હદય થઇ જાય ઘાયલ ને
મારી આંખો જાય છે મીંચાય.

- દિપેશ ખેરડીયા - 
( ૨૮-૪-૨૦૧૩ )

આપી શકુ છુ હુ

ગમતું એક ચમન તુજને આપી શકુ છુ હુ
રહેવા તુજને ઉપવન પુરૂ આપી શકુ છુ હુ 

આવી વસે તું જો કદી મારા નગરમાં દિપ
ઉડવા આંખુ ગગન તુજને આપી શકુ છુ હુ

જીવન આમ જોકે મારૂ તમારા વગરનુ છે
પધારો મૌસમ જીવનમાં વધાવી શકુ છુ હુ

નથી કોઇને ધારતો તમારા વગર ‘દિપેશ’
બાકી ન ધારવાનું ઘણુ બધુ ધારી શકુ છુ હુ.

- દિપેશ ખેરડીયા -
( ૨૮-૦૪-૨૦૧૩ )