Saturday, 7 December 2013
અછાંદસ - એક જણના મળ્યા પછી
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
પાનખરમાં પણ વસંત આવી ગઈ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
ફરીથી પ્રેમ રસ મોસમ લાવી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
ખુશ્બુ હવાની છાતી પર વહી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
દિશાઓ ગુલાબી તરંગ પામી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
ધબકતી જીંદગી લયમાં આવી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
એ આવી આ જીંદગી સજાવી ગઇ છે.
- દિપેશ ખેરડીયા #મોસમ
Subscribe to:
Posts (Atom)