Wednesday, October 30, 2013

ખુશ્બુંને જોવા

તારી મીઠી - મીઠી યાદનાં વાદળો ત્યારે વરસી પડે છે
ખુશ્બુંને જોવા માટે મોસમ જયારે જયારે તરસી પડે છે.

- દિપેશ ખેરડીયા -
બનીને ચાંદ એની ચાંદની રેલાય જાયે છે
તને જોવાને જાણે પાંપણો ઉચકાય જાયે છે ,

સ્મરણ તારૂ કરૂ છું હું તો તારૂ કીઘેલું નામ
ખુંલે છે હોંઠ અને શબ્દો બઘા રેલાય જાયે છે.

- દિપેશ ખેરડીયા - 

એક વખત પછી

એક વખત પછી એવો વખત આવે છે
ગયેલો સમય ફરી કયા પરત આવે છે,

જીતી જાવ છું બાજી હારવાના દાવમાં
હારી ગયેલી બાજી ના તરત આવે છે,

સુરા પીઘા પછી આંખ ખુંલે એ રીતથી
વિષય હોય મજાનો ને તરસ આવે છે,

ચડી જાય તો ભલે ચડી જાય 'માલિકા'
સુરા પીઘા પછી સપના સરસ આવે છે,

નિભાવી લઉં છું પ્રેમથી હું મારા પ્રેમને
નિભાવા જીદગીને ઘણી શરત આવે છે,

હોય બઘા સાથે ત્યાંરે કોક જ હોતું નથી
'માલિક' બઘાને એક એ વખત આવે છે.

- દિપેશ ખેરડીયા '' માલિક ''.