Thursday, April 25, 2013

તમારી અમારી વાતો

તમારીને અમારી વાતો પર કેટલી ગઝલ રચાય છે
શબ્દો મળીને સહીયારા અહી કાફીયા રદીફ થાય છે

અશ્ક ઢોળાય છે આંખથી ને પાંપણ ભીંજાય જાય છે
જાય આવી યાદ તમારી વાત ત્યારે તમારી થાય છે

એક જમાનાં, એક ઉપવન, એક જરા અચરજ થાય છે
લાગણી શા માટે દિલમાં ખાલી ખાલી ભોંકાય જાય છે

નદી કિનારે વસેલા મારા એક નગર માં તુજ સનમ છે
હદય રકત રંજીશ ‘દિપેશ’ આંખોથી છલકાય જાય છે

- દિપેશ ખેરડીયા -

Tuesday, April 23, 2013

સઘળા સંબધો

સઘળા સંબધોના સરવાળા ઉપર મંડાયેલી એક નજર હતી 
આછી પાતળી નાની એવી તારા પર અટકfયેલી નજર હતી

- દિપેશ ખેરડીયા -

સુમસામ ઘર ગઝલ

સુમસામ ઘર
સુમસામ નગર
સુમસામ બેઠો ધ્યાનમાં

કોને કહુ હુ
કેવી રીતે કહુ હુ
બેઠા બધા બેધ્યાનમાં

આવી અસર 
નથી કોઇને ખબર
જીવનની સફર મધ્યાનમાં

ઉભો રહુ કે
પછી જાવ હુ બેસી
સૌ કોઇ એના વિચારમાં.

- દિપેશ ખેરડીયા -
ર૩ - ૪ - ૨૦૧૩ 

ભટકેલી નજર

ભટકી ને આવેલી છે આજે મારી આ નજર
રહેવા માટે શોધે છે દેખાડો એને કોઇ કબર

લાખોને હજારોમાં હુ બેઠો એમનો એમજ છુ
આવીને કોઇ પણ જો લેતુ નથી મારી ખબર

 દુર રહેવા તારાથી જગતમાં એ સ્થાન નથી
ભટકી જાવું છે હવે જોજે આવી છે મારી સફર

મરણ પથારી આવી કોઇ પુછતુ નથી  દિપને
કોને કરી થયુ છે શુ કેમ છે તારી આવી અસર

- દિપેશ ખેરડીયા - 

પગરવની દુનીયા

ભલ-ભલાની નિશાની અહી આવી રીતે પડેલી છે
પગલાને પગરવની દુનીયા જાણે ખાલી ખાલી છે .

- દિપેશ ખેરડીયા -