Thursday, April 25, 2013

તમારી અમારી વાતો

તમારીને અમારી વાતો પર કેટલી ગઝલ રચાય છે
શબ્દો મળીને સહીયારા અહી કાફીયા રદીફ થાય છે

અશ્ક ઢોળાય છે આંખથી ને પાંપણ ભીંજાય જાય છે
જાય આવી યાદ તમારી વાત ત્યારે તમારી થાય છે

એક જમાનાં, એક ઉપવન, એક જરા અચરજ થાય છે
લાગણી શા માટે દિલમાં ખાલી ખાલી ભોંકાય જાય છે

નદી કિનારે વસેલા મારા એક નગર માં તુજ સનમ છે
હદય રકત રંજીશ ‘દિપેશ’ આંખોથી છલકાય જાય છે

- દિપેશ ખેરડીયા -

No comments:

Post a Comment