આંખોમાં ફક્ત આંશુનું પ્રતિબિંબ હોતું નથી
હદય રડે એનું માલિક રૂદન કદી રોતું નથી
હોય હજારો દર્દ એની કલ્પના કરી જુવો ને
લાખ હોઈ વૈભવ એ વૈભવ કોઈ જોતું નથી
કોઈ નવાજીસ નથી જુનો જિંદગીને ઝેર છે
મૃત્યુ બોલે છે જીવનનું કફન બોલતું નથી
સુરા પીવાથી માલીક એમ કૈફ ચડે ક્યાંથી
દવા હશે કોઈ બાકી કોઈ ઝેર ઘોળતું નથી.
- દિપેશ ખેરડીયા 'માલીક'
No comments:
Post a Comment