આ પ્રેમ આટલા આંસૂઓ કેમ આપે છે? છે તો એ લાગણીઓ નો સમૂહ જ..એકબીજા ને સંકળાયેલા રાખતો બંધ જેના વિષે કહી ના શકાય ને અકબંધ જ રહ્યા કરે.જેના પુસ્તક ના દરેક પન્ના પર ફક્ત એનું જ નામ ચીતરાયું હોય "પ્રેમ". સાથે થોડા સાથીદારો ની ફૌજ હોય લાગણીઓ,ભાવનાઓ;હાસ્ય થી રુદન સુધી વિસ્તરેલો એક તેનો જ સમૂહ. આ એક પ્રેમ સાથે કેટલું બધું જોડાયેલું છે.
અને આ પ્રેમ માં એ નથી સમજાતું કે ત્વરિત કોણ છે; હું લાગણીઓ લઇ ને;તું પ્રેમ લઇ ને; કે આપને; કે પોતે પ્રેમ કે કોઈને જોડતો કોઈને દૂર કરતો આ સમય? કોણ ત્વરિત છે તેની એક વિમાસણ ઉભી થાય છે.તેમાં જુદાઈ ને આંસૂ વગર તો મજધારે અટક્યા જેવું છે એના વગર તો પ્રેમ નું ક્યાય નામ જ નથી; આટલો રમણીય થઇ ને આટલો દર્દ કેમ આપે છે આ પ્રેમ.
હું,તું ને આપને; આપના અર્થ,આપણી જિંદગી ખબર નહિ એ દિવસ ની મુલાકાત પછી ક્યાં ખોવાઈ ગઈ . દિવસો વિતતા જાય છે તેમ તેમ આ યાદો કેમ વધુ ગાંધી બની ને વીંટળાઈ પડે છે ને એવી કે પોતે વિખેરાઈ જાવ એક તણખલું પણ અડકી લે તો. ને ત્યારે એક જ વિચાર આવે કે મારો આ પ્રેમ મને ક્યાં લઇ જશે ? તારી યાદ માં લખેલા એ એક-એક ડાયરીનું પાનું લખાઈ ને પણ કોણ જાને કેમ કોરું જ લાગે છે.તને આપવા માટે સાચવી ને રાખેલા એક ગુલાબ ની ખુશ્બુ હજી આ કિતાબ માં એમ જ છે;હજી તેની મેહક ત્યાં જ રોકાઈ પડેલી છે. એ દિવસે આપને મળ્યા હતા કે પછી છુટા પડ્યા એજ નથી સમજાતું . ને ત્યારપછી હસવું-રડવું;હારી બેસવું કે જીવવું નથી સમજાયું. એ બધું એકસમાન જ થઇ ગયું બધું જ.આજે ફરી થી પેલા દ્રવેર માં કામ થી હાથ નાખતા તારી એ જ તસ્વીર ને મારી એજ ડાયરી મને મળી આવી ને ફરી થી એ સમય યાદ આવી ગયો. તું એ દિવસ પછી ક્યાં છે એ નથી જાની શકાયું;તને શોધ્યા પછી તારા મળ્યા પછી ને તારા ગયા પછી તને શોધવામાં પાછી પાની કરી ને પાછા ના આવી શકાયું.અને એ પણ ના કહી શક્યો કે હા તને પ્રેમ કરું છું. ના એતો એ ફૂલ કે ના તો એ પત્ર તને આપી શક્યો . મારા જીવન માં હું ને તારા જીવન અમતું બંને આગળ ના વધીએ તો પણ ચાલે તેમ ન જ હતું, તારી ખબર નથી પણ એટલું નક્કી કહી શકું તું કોઈ નવી પેહચાન સાથે આગળ વધી જ ગઈ હોઈશ.
આજે મને નથી ખબર કેમ આ તને કહી રહ્યો છું કેમ આજે તારી આટલી યાદ આવી રહી છે;કે છુટા પડ્યા પછી પણ સમય યાદો ના તીર લઇ ને આવી જ પોહ્ચે છે ને આજે પણ હું ખોવાઈ જ જાવ છું. આજે પણ તારી જાંજર ના અવાજ રણક્યા કરે છે; આજે પણ જો તારું સ્વપ્ન આવે તો હું સુઈ નથી શકતો.તને શોધવા ફરી થી ક્યાંક તારા સ્પર્શ અનુભવું ત્યાં ચાલ્યો જાવ છું.વસવસો થઇ પડે તો આ મન ને પૂછી લઉ છું કે તને હવે આપનો પ્રેમ,હું, કઈ યાદ આવે છે; શું તને આજે પણ મારા મન નો સાદ સંભળાય છે;શું તું આજે પણ મારી યાદ આવતા ખોવાઈ જાય છે;મને આજે પણ તારી યાદ આવતા એમ જ લાગે છે કે તું આસપાસ છે; તું મને બોલાવે છે.આજે બીજા બંધન માં મારું નામ લેવાય છે છતાં તારા થી ઊર નથી થઇ શક્યો;ને એ નથી સમજી શક્યો કે આપને દૂર રહી ને પાસે છીએ કે સાથ ચાલી ને દૂર?
આ આંસૂ વરસી પડે ને દિલ ની ગાગર તરસી પડે તારી યાદો આવી જ પરિસ્થિતિ સર્જી ને જતી રહે છે;આ તન્હાઈ ને આંસૂ મારા સાથી છે કબૂલ;ને આ પ્રેમ ને હું ગમે તે કહું;એ લાખ દર્દ આપે કબૂલ;તેની જુદાઈ;મારા આંસૂ;આ તડપ બધું જ કબૂલ પણ તું અમર છે પ્રેમ; દરેક મૌસમ સાથે તારી મૌસમ જોડી દેતો તું અમર છે પ્રેમ.
ગુજરાતી ભાષામાં લખવા છતાં જેમની નામના સમગ્ર ભારતમાં છે અને ભારતની બહાર વિદેશોમાં પ્રસરી રહી છે તેવા જુજ ગુજરાતી સાહિત્યકારોમાં રજનીકુમાર પંડ્યાનું નામ પ્રથમ પંક્તિમાં આવે..
અત્યાર સુધીમાં રજનીકુમાર ના ૫૦ ઉપરાંત પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. તેમાંથી નવલકથાઓ તો માત્ર ૭ જ છે, પરંતુ તેમાંથી અર્ધાથી વધારે તો ટો.વી. સીરીયલ કે નાટકમાં રૂપાન્તર પામી. હાલમાં જ તેમની એક નવલકથાના હક્કો હિન્દી ફિલ્મ માટે વહેચાયા. તેમની સૌથી વધુ યાસોદાયી નવલકથા "કુંતી" પરથી રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે બે વાર ટી.વી. સિરિયલો બની અને પ્રાઈમ ટાઇમમાં દર્શાવી. "કુંતી" ની માંગ તો મશહુર સ્ટાર દેવ આનદે રજનીકુમારને સામેથી પત્ર લખીને કરી હતી. ઉપરાંત રાજ્નીકુમારે વિશેષ આમંત્રણથી ૧૯૯૪ માં અમેરિકા જઈને સાચા પાત્રો વચ્ચે રહીને લખેલી ડોક્યુનોવેલ 'પુષ્પ્દાહ' પરથી મુંબઈના નિર્માત્રી સુશીલા ભાટિયા 'વો સુબહ હોગી' નામની ધારાવાહી હિન્દીમાં બનાવી રહ્યા છે. જેના સંવાદો તેમના ભાઈ હરીશ ભીમની ('મેં સમય હું' ફેઈમ) લખી રહ્યા છે. તો રાજ્નીકુમાંરની નવલિકા 'જુગાર' પરથી અભિનેત્રી આશા પારેખે જ્યોતી સીરીયલમાં એક એપીસોડ બનાવ્યો તો શ્રી ગોવિંદ સરૈયાએ પણ તેમની એક વાર્તા 'આકાશમાં છબી' પરથી who માટે ટેલી ફિલ્મ બનાવી હતી. રાજ્નીકુમાંરની નવલકથા 'અવતાર' પરથી મુંબઈના નાટ્યકાર અરવિંદ જોશીએ 'આયના તૂટે તો બને આભલા' જેવું સુંદર સ્ટેજપ્લે બનાવ્યું હતું. રાજ્નીકુમાંરની ટૂંકી વાર્તાઓ પરથી અમદાવાદ દૂરદર્શને 'ભાત ભાત કે લોગ' સીરીયલના ઘણા એપોસોડ બનાવ્યા હતા તો તેમની 'પરભવના પિતરાઈ' ચરીત્રાતમક નવલકથા ઉપરથી ટેલી ફિલ્મ બની હતી.