Monday, February 1, 2016

TU HI TO HAI MERI JINDGANI
TU HI TO HAI MERI KAHANI
KAISE TUJHE DIL SE NIKALU
TU TO HAI DARIYA KA PAANI..

MERE IN SAPNO KO TUM BHI
APNI AANKHO ME SAJAALO
BAHE NA KABHI IN SE PAANI
BANA K RAKHUNGA TUME RANI..

- DIPESH KHERADIYA -

Tuesday, January 12, 2016

કૃષ્ણ પ્રભુ શ્રી રામ પ્રભુ છે
નારાયણ જેનું નામ પ્રભુ છે
નારાયણ બોલો નારાયણ.

રામ રૂપ ધરી રાવણ મારે
કૃષ્ણ રૂપ ધરી કંસ સંહારે
નારાયણ બોલો નારાયણ..

જનક સુત જે વનમાં જાવે
કૃષ્ણ ગોકુલસે મથુરા આવે
નારાયણ બોલો નારાયણ..

- દિપેશ ખેરડીયા -

Friday, June 12, 2015

ડાયલ કરુ નંબર ત્યારે થાય છે
જીંદગી તું છે બિઝી સંભળાય છે,

હું ગઝલ લખતો નથી તારા લીધે
તો પછી તું એને શુકામ ગાઇ છે,

એને સહન તારે જ તો કરવા પડે
દુખ દર્દ કયાં કોઇનેય વહેચાઇ છે,

હા, 'દિપેશ' મનેય એવું થાય છે
તું લખે છે ત્યાને અહી વંચાય છે.

- દિપેશ ખેરડીયા -



જો મિત્ર સારા હોય તો મિઠા જ શબ્દ વાણી
ઉચ્ચાર એવો કરજો કે દુશ્મનો પાણી પાણી,

ત્યાંની વાત ત્યાં નહી ન ત્યાંની વાત ત્યા કઇ
નાહક નું નહી બોલું મેં હો ભલે વાત જાણી,

પિતાની આંખેમાં આંશુ આ દર્દ કે ખુશાલી
જાણીને જાણ્યું એવું બાપે દિકરી છે વળાવી,

મેં ફુલો સુંઘી જોયું આ સુંગધ કયાથી આવી
હકદાર કોણ આનો ભમરો કે પછી માલી,

'દિપેશ' એમ કઇ આ કાવ્યો લખાઇ નહીને
સાંભળીને લોહી થાયે લખીને લોહી પાણી.

- દિપેશ ખેરડીયા -

Wednesday, May 20, 2015

કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

Wednesday, January 7, 2015


મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશીખ જે ભીંજાય છે એ હૈયાનું ગામ છે.

શોધીશ તોયે નહીં મળે નકશામાં એ તને,
નકશાની બહારનું છે એ સપનાનું ગામ છે.

હેમંતને, વસંતને વર્ષાની વાત ક્યાં?
તારા જ છે સ્વરૂપ ને તારો દમામ છે.

આને જ તે કહેતા હશે દીવાનગી બધાં,
કોઈ પૂછે ને કહી ના શકું વાત આમ છે.

મઝા મૂકીને દોડતો દરિયો એ આંબશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે.

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજુ,
ગઈકાલે કોતર્યું હતું એ કોનું નામ છે?

મૌસમ તારી યાદની મૌસમ બની ગયી,
મક્તાના શેરમાં હવે છેલ્લી સલામ છે.

– તુષાર શુક્લ
 
આંખમાંથી શું ઝરે છે શી ખબર?
જે દિવસ છોડી દીધું તારું નગર.

એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર.

જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર.

લાગણી મારી છે આયુર્વેદ શી
એટલે મોડી તને થશે અસર.

હોત તું પત્થર તો સારું થાત કે
હું તને પૂજી શકત પૂછ્યા વગર.

- મુકેશ જોષી