Tuesday 27 March 2012

ઝાંકળઝોમ કયાંક વર્ષા થઇ ગઇ તારી યાદોના પગલે
તરસે છે મારા નયન તને જોવા ડગલે ને પગલે
કોઈ પણ ફુલ ચાલશે તારી ફોરમ પાથરવાં
પછી સનમ હું ગુલાબ પાથરીશ તારા પગલે પગલે
સુવાસમાં પણ કોઇ કવિતા બનતી તારી યાદોના પગલે
મહેકી જતો હું તારા સુવાસના પગલે પગલે
ગુંજન તારી આખા આકાશમા લહેરાવતી જયારે તું
ગુંજિ ઉઠતું આખું આકાશ તારા ગઝલના પગલે પગલે
"દિપેશ" ને તું શું ઘાયલ કરશે ઓ કુદરત
એ તો સતત ચાલતો રહયો છે તારા પગલે પગલે

( દિપેશ ખેરડિયા )

0 comments:

Post a Comment