Thursday, March 1, 2012

મૃંત્યુ

મૃંત્યું આપ તો જીંદગી ના આપતો
કરી તારો કરિશ્મા મને ના કાપતો,

હેદ દિધો ધરી તને જો "દિપેશ" નો
હવે ફરી તુ મારી આત્માના માગતો,

કાયા કરી ર્જજરીત પછી પછી તુ તો
દુનીયાના દર્દની દવા શાને આપતો,

પુર્યા કોડ પછી મોહમાયા લગાડતો
મારા સંતાનોને તુ શા કાજ રડાવતો,

લઇ જવા જ હતા આ દુનિયા છોડી
તો પછી દુનીમાં શા કાજ મોકલતો...

= દિપેશ ખેરડીયા =

1 comment:

  1. સત્કાર્યો આપની શોભા હતી
    સજ્જનતા આપની સુવાસ હતી
    પ્રસન્નતા આપનુ જીવન હતુ
    પરોપકાર આપનુ રટણ હતુ
    આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...

    ReplyDelete