Tuesday, 12 March 2013

પીતળ એક પારો ચમકે છે
શીતળ એક તારો ચમકે છે

સામે જોઇને ચાલજો ભાઇ
નીચે ભીનો ગારો ચમકે છે

ચંદ સમો સૂર્ય જોને કેવો તે
બનીને એક તારો ચમકે છે

દશા અને દુર્દશા માટે મારી
દુનીયા સામે નારો ચમકે છે

રાધા સમો કિષ્ના જોને કેવો
કેવો  કામણગારો ચમકે છે

આવી લખે ગઝલ ‘દિપેશ’
સાંભળી જને કાનો ચમકે છે.

- દિપેશ વી. ખેરડીયા - 

0 comments:

Post a Comment