Saturday, July 13, 2013

કોઇ આવી

કોઇ આવી ફુલ ધરી અમને મનાવતું રહયું
કોઇ રાહમાં અમારી કાંટાઓ બીછાવતું રહયું,

ખુશી પણ એ હતી દુખ પણ હતું એ વાતનું
અમારાને અમારાનું દુખ મને સતાવતું રહયુ,

મળે કોઇ પણ મારા બનીને મને મળતા રહે
આવી રીતે આવીને અમને જો હસાવતું રહયું,

કરે જો કદી દુર જવાની વાત જો ‘‘દિપેશ’’
વળગી ગળે એમ મૌસમ જો મનાવતું રહયું.

- દિપેશ ખેરડીયા -



No comments:

Post a Comment