Tuesday, 22 November 2016

મોઢા માંથી નીકળેલી ગાળ જેવી
છોકરી હોય તો બસ વાચાળ જેવી,

પ્રેમમાં કદી પણ પાછુ વળવાનું નહી
મહોબ્બત કરો તો બસ કાળ જેવી,

હું તને જોઉ જોઇને બસ જોતો જ રહું
હોય તું સુંદરી સોનાની ખાણ જેવી,

આવવા તારા સુધી એવું બને છે કે
હો ના ચરણને તું દશમાં માળ જેવી,

આ ઈચ્છા 'દિપેશ' ક્યાં જઈ ઉતારીએ
નીકળે એમ ધનુષ માંથી બાણ જેવી.

 - દિપેશ ખેરડીયા -

0 comments:

Post a Comment