Thursday, June 13, 2013

ભરી નથી માંગ ભલે તારી મારા સિંદુરથી,
સાચવી રાખી છે મે પણ નયનના નૂર થી..

- દિપેશ ખેરડીયા - 
આંખનું પ્રતિબિબ દર્પણ માંથી એમ ચોરાય જાય છે
 શુન્યઅવકાશમાં જાણે કે તારા અવાજો સંભળાય છે.

- Dipesh Kheradiya

Monday, June 10, 2013

ડો. મૌસમ

સવારના નવને બાર મીનીટે અંજલી આર્કીટેકટમાં ફોનની રીંગ વાગે છે. ‘‘હેલ્લો,..’’ સામે છેડેથી સ્ત્રીનો અવાજ સંભળાય છે. ‘‘હેલ્લો, અરમાન શાહ બોલો છો તમે ?’’
‘‘નહી, સર હજુ આવ્યા નથી. આપ કોણ બોલો છો ?’’
‘‘જી મારે અરમાન શાહનું જ કામ છે એના મોબાઇલ નંબર આપો પ્લીઝ..’’ એ સ્ત્રીનો અવાજ ગળગળો થઇ જાય છે.
‘‘આઇ એમ સોરી... હું આપને જાણતો નથી અને સરની પરમીશન વગર હું આપને નંબર
નહી આપી શકુ.’’
        ‘‘મારે અરમાનને રૂબરૂ મળવુ છે..’’
        ‘‘ઓકે. તમે આજ સાંજે ૪ વાગ્યે આવી શકો છો. હુ આપની એપોન્ટઇમેન્ટ નોંધ કરી લઉ છુ..’’
         ‘‘ઓકે, થેન્કસ..’’ ફોન મુકાય જાય છે.
ઘડીયાળમાં સવારના ૧૦ વાગ્યા છે. વાતાવરણ એક દમ ઠંડુ અને માદક છે હમણા જ વરસાદ ૮ વાગ્યે જ વરસાદ શાંત પડયો હતો.
અરમાન ઓફીસમાં દાખલ થાય છે. રોજની જેમ ભગવાનની પુજાપાઠ કરીને પોતાની ડાયરી જોવે છે. તેની નજરમાં લખેલી એપોઇન્ટમેન્ટ પડે છે. કોઇ ગુમનામ વ્યકિતને આજ સાંજના ૪ વાગ્યાની એપોઇન્ટમેન્ટ લખેલી છે, કૌસમાં એફ લખેલો છે મતલબ કે તે ફીમેલ છે. અરમાન મીતને બોલાવે છે.
મીત ચેમ્બરમાં દાખલ થાય છે. ‘‘યસ સર..’’
        ‘‘આ કોને એપોઇન્ટમેન્ટ આપેલી છે આજ સાંજના ૪ વાગ્યાની. ?’’
        ‘‘સર, કોઇ સ્ત્રીનો ફોન આવેલો હતો તે આપને મળવા માંગતી હતી મેં નામ પુછયુ હતું પણ, તેમને ના જણાવ્યું’’
        ‘‘હમમ.. ’’
        ‘‘તે વ્યકિતએ તમારો મોબાઇલ નંબર માગ્યો હતો પણ આપની પરમીશન વગર મે ના આપ્યો અટલે એણે રૂબરૂ મળવાની વાત કરી અટલે મે સાંજના ૪ વાગ્યાનું કહયુ. તેણે થેકયુ કહીને ફોન કટ કરી નાખ્યો.’’

Sunday, May 26, 2013

બહુ ચંચલ મન ઘણા બધા ઇશારા કરે છે
બંને હોઠ વચ્ચે ઘણા બધા મિનારા કરે છે
કોણ બોલે ને રહે કોણ ચુપ એજ જોયા કરો
પ્રેમ સાચો હોય તો જીવન સિતારા કરે છે.

- દિપેશ ખેરડીયા - 



આશ્રૂથી તમારી આખોને

અશ્રુથી તમારી આખોને ધોઇ લો
એંકાંતમાં જઇ જરા તમે રોઇ લો,
આવી છે સભા મારી દિપેશ હવે
જોવી છે તમારે તો તમે જોઇ લો.

- દિપેશ ખેરડીયા - 
તારા વિનાનાં શહેરમાં........ દિપેશ 

તારૂ નામ


હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘દિપેશ’ નામ છે.

- દિપેશ ખેરડીયા -  

Monday, May 20, 2013

કોર્મશીયલ ગઝલ

આખુ વર્ષ હિસાબો કરી કરી પડીયે કેવા પ્રેમમાં 
મજરે બધુ બાદ મળેશ, રહીએ એવા વહેમમાં,

આવે તે થાય ઉધાર અને  જાય તે થાય જમાં 
કલમ ૮૦ સી હેઠળ બાદ મળે છે LIC નાં વિમા,

પ્રેમમાં તો થાય છે હંમેશા નુકશાન કે પછી દંડ
નામામાં હંમેશા બાદ મળે વટાવ કે પ્રોવિડંડ ફંડ

વ્યાજ,  ડીવીડન્ડ,  ડીબેન્ચર  કે  પછી  શેર
આવું સાંભળી વિધાર્થીના ઉભા થઇ જાય છે હેર,

આવકવેરો, વેચાણવેરો, સંપતિવેરો એ બધા વેરો
આ વેરા સાંભળી સાંભળી ‘પારસ’ થઇ જાય બેરો.

- પારસ ખેરડીયા -