Thursday 28 February 2013

લહેરાય છે રણમાં

લહેરાય છે રણમાં હરીયાળી
વેરાનો એ સુદર લાગે છે,
હોય રૂપાળો સથવારો તો
 હર દશ્‍ય મનોહર લાગે છે,

દિન રાત ફરેબો ખાઇ ને
કઇ એવી બની ગઇ છે દષ્‍ટી,
સંસાર બધોય મૃગજળ થી
છલકાતો સંમદર લાગે છે,

ચાખ્‍યુ છે લોહી વસંતોનું
પીધુ છે ઝેર નવા યુગનું ,
કાંટાથી વધારે ઉપવનમાં
ફુલોનો હવે ડર લાગે છે ,

ઇન્‍સાન થવાને ઓ ઇશ્‍વર
વસવું જ પડે છે ધરતી પર,
આ સ્‍થાન ફકત એ પામે છે
અહી જેને ઠોકર એ લાગે છે,

રંગીન કફન આ દુનીયામાં
ભાગ્‍યે જ મળે છે કોઇ ને ,
એ માઞ ઉષાના દિવાના
રજનીનું મુકદર લાગે છે.

- રજની પાલનપુરી - 


0 comments:

Post a Comment