Friday 1 March 2013

માણસમાં માણસ મને કદી જડતો નથી
૫થ્થરને ૫થ્થર બની કદી નડતો નથી,

ઉભો થઇ એ ભલે હવા સાથે બાથ ભીડે
જોઇ લે તોય એ હવાને કદી અડતો નથી,

દરીયો હતો તરસનો બુઝી ગયો આગથી
૫કો૫ તોય ઓછો એનો કદી ૫ડતો નથી,

તોફાનો વચ્ચે ઉભો એકલો અડીખમ છે
૫ર્વત તો ૫ણ થોડો કદી ડગતો નથી,

ચાહતના ઇશારા સમજી ગયો દોસ્તીમાં
હુ ૫ણ એવો જે પ્રેમમાં કદી ૫ડતો નથી,

માણસમાં માણસ મને કદી જડતો નથી
૫થ્થરને ૫થ્થર બની કદી નડતો નથી,

દિવસ રાત લખી છે ગઝલો મે ‘દિપેશ’
તો લોકો કહે છે કલમ હું કદી અડતો નથી
.
- = દિપેશ વી. ખેરડીયા = -

0 comments:

Post a Comment