Monday, 22 July 2013

પ્રેમ

કયારેક કયારેક એમ થાય છે કે પૈસા દઇને કોઇનો પ્રેમ ખરીદી શકાતુ હોત તો કેવું સારૂ હોત....કોઇ પાસે પ્રેમની ભીખ તો ના માગવી પડત અને આમ પણ ભીખી-ભીખીને માંગેલા પ્રેમમાં બોવ મજા પણ નથી આવતી... 

ખરેખર કયારેક તો એમ થાય છે કે દુનીયામાં પ્યાર જેવું કશું છે જ નહી માત્ર માણસ એકલો નથી રહી શકતો એંકાત ના સાલે અટલે હંમેશા કોઇને કોઇ વ્યકિતીની ચાહના કરતો રહે છે. સાચે જ હા ઇશ્વર પણ કેવો ગજબનો કલાકાર છે. માણસ હંમેશા કોઇને કહેતો હોય છે હું ફલાણા-ઢીકળા વગર નહી જીવી શકુ એમ છતા એના હાજરી ન હોય છતા પણ એ જીવતો હોય છે. 

એક વાત તો મે માર્ક કરી છે હંમેશા તમે ભગવાન ને જઇને એમ કહેતા હોય ને કે હે ઇશ્વર આ વ્યકિત વગર હું નહી રહી શકું ત્યારે ઇશ્વર હંમેશા માટે તમારી પાસેથી એ વ્યકિતને છીનવી લે છે અને આપણને પડકાર કરે છે અને કહે છે ``જોયું ને આજ પણ જીવી છે ને તું એ તારી મનપસંદ પ્રિય વ્યકિત વગર.....``

- દિપેશ ખેરડીયા -

0 comments:

Post a Comment