Saturday, July 27, 2013

ખાલી સલામ

ભર બહારે આવી વાતો નહી કરો મને આવું ફાવતું નથી
કયા પાનખર પછી બહારે ઋતું વસંત કદી આવતુ નથી.

નિખાલસથી નીરખ્યા કરૂ છુ તમારા આવવાના પળને
 તારા વગર અહી તારી ખબર જો બીજુ કોઇ લાવતું નથી.

સાચી દોસ્તી અને મહોબતના કિસ્સા બધા જુના થયા કે
અહી તો ક્ષણભર માટે પણ મહોબત કોઇ નિભાવતું નથી.

ખાલી સલામ કરે દુરથી અહી બધા જ મંદિરને ‘દિપેશ’
શું નથી ઇશ્વર મંદીરમાં કે એને જઇને કોઇ મનાવતું નથી.

- દિપેશ ખેરડીયા -



No comments:

Post a Comment