Thursday, 11 August 2016

ભુલાવી દ્યો પરંતુ યાદ મારી આવવાની છે
તમારા હૃદયમાંથી એમ ક્યાં એ જવાની છે,

નિહાળી રૂપની મસ્તી ભરી આજ આંખો માં
ન સમજો મને ફરી કોઈ મોહ્બત થવાની છે,

મિલન તારું થશે નક્કી નક્કી જયારે થશે નક્કી
પવનમાં આવશે ખુશ્બુ તારી કે જે હવાની છે,

અધૂરી છે 'દિપેશ' હજુ ઘણી ચાહત અધૂરી છે
હજુ વધારે ને વધારે મારે તને ચાહવાની છે.

- દિપેશ ખેરડીયા -

0 comments:

Post a Comment