Thursday, August 11, 2016

ક્ષણભરમાં તૂટી ગયું ખબર પણ ના પડી
ને હાથમાંથી છૂટી ગયું ખબર પણ ના પડી,

હું શોધતો રહ્યો એને મારી આસપાસ માં
દિલને કોઈ લુટી ગયું ખબર પણ ના પડી, 

આ કેવું મનોરમ્ય દ્રશ્ય થઈ ગયું જીવનનું
આંખો થી લુટી ગયું ખબર પણ ના પડી.

- દિપેશ ખેરડીયા -

No comments:

Post a Comment