Tuesday 5 March 2013

તમારી ગઝલો જરા ખુદથી પામાલ લાગે છે
અમારી ગઝલ તો તમને જરા કંગાલ લાગે છે

હવે લખવી નથી કદીયે અમારે કોઇ ગઝલ
અમારી કલમને પણ એનું અપમાન લાગે છે

નિધન અને ધનવાનને અમે જોયા ઘણાયે છે
બધા લોકો ખુદથી જરા અહી બેધ્યાન લાગે છે

ખુલા ચહેરામાં મુખોટા લઇને ફરતો માનવી
બધા વચ્ચે એ લોક ઘણા બેનકાબ લાગે છે

અફીણ આપી બધાને એક અફીણે ચડવું છે
મળેલું મૃત્યું પણ જરા અહી બેજાન લાગે છે

નશેનશમાં રહેશે ભકિત તણી મારી લાગણી
ભુલાવું પ્રેમતો આ પ્રેમ જો બેનામ લાગે છે

સુરાલયમાં પીધેલ જામ ખાલી થઇ ગયો ‘દિપેશ’
પડેલા ગ્લાસ ખાલી ખાલી શૈતાન લાગે છે.

- દિપેશ વી. ખેરડીયા -



0 comments:

Post a Comment