Wednesday 6 March 2013

- મુકતક -

બધા દદોં એંકાત માં ખાળી રહયો છુ
શ્રોતા બની શાયરોને ભાળી રહયો છુ
નથી કોઇ ગજાનું કે મુજથી આવી શકે
દિપેશ નામથી સૌને હંભાવી રહયો છુ

- દિપેશ ખેરડીયા -

આડા ઉભા સૌ પથ્થર આવી રીતે વરતાય છે
માણસ બગડેતો માણસની જાતમાંથી જાય છે

કોઇ દલીલો ફળતી નથી કે એની સામે જઇ કરો
માણસ બગડેલો બધીય એની વાતમાંથી જાય છે

સૌ લોકોની આવી વ્યથા સૌ લોક ની છે આ કથા
બગડેલો માણસ બધાની ચંચુપાત કરતો જાય છે

આળસ મરડીને હંમેશા એ ઉભો એમ થાય છે
જાણે કોઇ રાવણ આવી એને લાત મારી જાય છે

સૌની વાતો અહી સૌ કરે સૌ વાતમાં મશગુલ છે
દિપની વાતો સાભંળી સૌ નાતજાત માંથી જાય છે

- દિપેશ વી. ખેરડીયા -

0 comments:

Post a Comment