Saturday, 7 December 2013
અછાંદસ - એક જણના મળ્યા પછી
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
પાનખરમાં પણ વસંત આવી ગઈ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
ફરીથી પ્રેમ રસ મોસમ લાવી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
ખુશ્બુ હવાની છાતી પર વહી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
દિશાઓ ગુલાબી તરંગ પામી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
ધબકતી જીંદગી લયમાં આવી ગઇ છે,
આજ એક જણના મળ્યા પછી લાગ્યું
એ આવી આ જીંદગી સજાવી ગઇ છે.
- દિપેશ ખેરડીયા #મોસમ
Monday, 18 November 2013
લાઇફને ગેમ નહી પ્રેમ આપો... 3G
લાઇફ શબ્દ આવતા જ વ્યકિત પોતાની જાત ઉપર નજર કરે છે. . વોટ ઈઝ લાઇફ ? પણ લોકોના મત મુજબ ઘણા જુદા જુદા જવાબો મળી આવે છે,
તમારાની નજર સમક્ષ આ સ્લોગન પણ આવી જ ગયુ હશે કે 'લાઇફ ઇઝ ગેમ' પણ આજના જમાનામાં જયારે લાઇફની વાત આવે છે ત્યારે આજના ઇન્ટરનેટ યુગમા લાઇફ માત્ર ફેસબુક, ટવીટર, વોટસએપ, વી ચેટ પુરતી જ મર્યાદિત નથી.. જીદંગીમાં બીજા ઘણા બધા અગત્યના કામકાજ છે જેને આપણે સોસીયલ સાઇટ કરતા વધારે મહ્ત્વ આપવુ પડે છે, માત્ર પુરો દિવસ ફેસબુક ખોલીને લાઇક, કોમેન્ટ કે ચેરીંગ કરવા પુરતી જ લાઇફ મર્યાદિત નથી.
ખાવાનું, પીવાનુ, નાહવા ધોવાનુ, નોકરીમા પુરતો સમય આપવાનુ, ઉધોગ ધંધામાં ધ્યાન
આપવાનું આ ઉપરાંત ફેમીલીને સમય આપવાનો, મિત્ર સર્કલને સમય આપવાનો, સગા વ્હાલાને સમય આપવાનો આ બધા ઘણા જ મહ્ત્વના કામો છે લાઇફમાં અને ફરજીયાત પણ છે.
આપવાનું આ ઉપરાંત ફેમીલીને સમય આપવાનો, મિત્ર સર્કલને સમય આપવાનો, સગા વ્હાલાને સમય આપવાનો આ બધા ઘણા જ મહ્ત્વના કામો છે લાઇફમાં અને ફરજીયાત પણ છે.
આજકાલની જનરેશન માત્ર અને માત્ર સોયીસલ સાઇટને જ વધારે મહત્વ આપે છે (આમાથી હું પણ બાકાત નથી) પણ મેં કીધુ એમ ફેસબુક, વોટસ એપ ઉંપરાત જીદગીમાં ઘણા એવા અગત્યના કામ છે જેને આપણે આના પહેલા મહ્ત્વ આપવુ પડે છે.
ઇશ્વરે આપેલી માણસ જાતની અમૂલ્ય જીંદગીને માત્ર ગેમ બનાવીને વેડફી નથી નાખવાની પણ બાળપણમાં જોયેલા સપનાને સાકાર કરવાના છે.. મમ્મી-પાપા એ આપણા માટે જોયેલા સપનાને સાકાર કરવાના છે..
હા, તમે યંગ છો મનોરંજન માટે ફેસબુક, ટવીટર, વોટસએપને મહત્ત્વ આપો પણ એના માટે કોઇ ચોકકસ અને ફિકસ ટાઇમ નક્કિ કરો કારણ કે એ માત્ર મુડને ફ્રેસ કરવા માટે અને મનોરંજન માટે છે એમાથી કોઇ આર્થીક સહાય નથી આપતા કે ના કોઇ પૈસા મળે છે પણ પૈસા વેસ્ટ થાય છે.. અને એક વ્યશન જ છે જે વસ્તું વિના તમને ચાલે નહી એ વ્યશન જ ગણાવી શકાય..
સોસીયલ સાઇટના જેટલા ફાયદા છે એટલા સામે ગેરફાયદા પણ છે એ તો આપણે સારી રીતે જાણી જ છીયે. મનોરંજન ને મનોરંજની માફક વાપરો, નહી કે મનોરંજન તમારૂ વ્યશન થઇ જાય અને તમે છોડી ના શકે..અને ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે તમે એને છોડવા માંગતા હોય પણ એ તમને ના છોડે..!!!
ખુલ્લી કિતાબના પન્ના પર રહસ્યની માફક જાગેલી લાગણીને કંન્ટ્રોલ કરતા શીખો.. જેટલુ તમે તમારા માઇન્ડને કાબુમાં રાખી શકશો એટલા તમે ફાયદામા છે...કારણ કે લાઇફને ગેમ નહી પ્રેમ આપો..
લેખક - દિપેશ વી. ખેરડીયા
Friday, 15 November 2013
Tuesday, 12 November 2013
Monday, 11 November 2013
આંખોમાં ફક્ત
આંખોમાં ફક્ત આંશુનું પ્રતિબિંબ હોતું નથી
હદય રડે એનું માલિક રૂદન કદી રોતું નથી
હોય હજારો દર્દ એની કલ્પના કરી જુવો ને
લાખ હોઈ વૈભવ એ વૈભવ કોઈ જોતું નથી
કોઈ નવાજીસ નથી જુનો જિંદગીને ઝેર છે
મૃત્યુ બોલે છે જીવનનું કફન બોલતું નથી
સુરા પીવાથી માલીક એમ કૈફ ચડે ક્યાંથી
દવા હશે કોઈ બાકી કોઈ ઝેર ઘોળતું નથી.
- દિપેશ ખેરડીયા 'માલીક'
Sunday, 10 November 2013
પ્રકૃતિના સ્પર્શનો
પ્રકૃતિના સ્પર્શનો આઘાત છું કે શું છું !
બની બેઠેલા કવિની જાત શું કે શું છું !
દિપેશ ખેરડીયા
Thursday, 7 November 2013
Wednesday, 30 October 2013
બનીને ચાંદ એની ચાંદની રેલાય જાયે છે
તને જોવાને જાણે પાંપણો ઉચકાય જાયે છે
,
સ્મરણ તારૂ કરૂ છું હું તો તારૂ કીઘેલું નામ
ખુંલે છે હોંઠ અને શબ્દો બઘા રેલાય જાયે છે.
- દિપેશ ખેરડીયા -
એક વખત પછી
એક વખત પછી એવો વખત આવે છે
ગયેલો સમય ફરી કયા પરત આવે છે,
જીતી જાવ છું બાજી હારવાના દાવમાં
હારી ગયેલી બાજી ના તરત આવે છે,
સુરા પીઘા પછી આંખ ખુંલે એ રીતથી
વિષય હોય મજાનો ને તરસ આવે છે,
ચડી જાય તો ભલે ચડી જાય 'માલિકા'
સુરા પીઘા પછી સપના સરસ આવે છે,
નિભાવી લઉં છું પ્રેમથી હું મારા પ્રેમને
નિભાવા જીદગીને ઘણી શરત આવે છે,
હોય બઘા સાથે ત્યાંરે કોક જ હોતું નથી
'માલિક' બઘાને એક એ વખત આવે છે.
- દિપેશ ખેરડીયા '' માલિક ''.
Wednesday, 9 October 2013
ફકત અમે બે લીટી શું લખી અને શાયર થઇ ગયા
મરીઝ મને સાંભળી "માલિક" તખલ્લુસ દઇ ગયા.
~ દિપેશ ખેરડીયા ( માલિક )
સીઘે સીઘો આવીને કાગળ ઉપર ૫ડે
જીણો જીણો વરસાદ ઝાકળ ઉ૫ર ૫ડે
,
ખુશ્બુ પ્રસરાય એની હવા મહી એ રીતે
જાણે લાગે વરસાદ એ વાદળ ઉ૫ર ૫ડે.
- દિપેશ ખેરડીયા
Thursday, 5 September 2013
નવલીકા - હેપી બર્થ ડે મોસમ
ડાઇનીંગ ટેબલ ૫ર કેકના કેટલાક વિખરાયેલ ટુકડા ૫ડયા હતા, બે – ચાર ટુકડા સાવ છુ્ંદો થઇ ગયા હતા. કેક કોઇના બર્થ ડે ની હતી ૫ણ ટુકડા થઇ જવાને લીઘે નામનો અંદાજ આવતો ના હતો. રૂમના ખુણામા ૫ડેલ સાવ છુંદો થઇ ગયેલ કેકના ટુકડા ૫ર માખીઓનું ઝુંડ બણબણી રહયું હતું. ટેબલ ૫રના કેકના ટુકડા ૫ર બે ઉંદરો સવાર થઇ ગયા હતા એક મોટા ઓરડામાં સાવ આછો પ્રકાશ ૫ડી રહયો હતો. કોઇ વ્યકિતના નસકોરા બોલાવવાનો સાવ ઘીરે ઘીરે અવાજ સંભળાઇ રહયો હતો. બહાર ઘોઘમાર વરસાદ વરસી રહયો હતો અને બારીના કાચમાંથી અંદર આવતા એ પ્રકાશ સફેદ કેકના ટુકડા ૫ર ૫ડતા તે આછા બ્લ્યુ રંગના લાગી રહયા હતા. વિજળીના ઝબકારાની સાથે જોરદાર અવાજો આવી રહયા હતા. વાતાવરણમાં એકદમ ઉકળાટ હતો. મોસમની આબોહવા બદલાઇ ગઇ હતી. થોડી ક્ષણમાં એક જોરદાર ઘડાકો થયો...
અમર ઉંઘમાંથી એકદમ જાગી ગયો અને ચારે બાજુ
નજર કરી, આછા પ્રકાશમાં વઘારે કઇ દેખાતું ના હતું, તેણે મોબાઇલમાં લાઇટ ચાલુ કરી
તે બેડ ૫રથી ઉભો થયો અને રૂમની મેઇન લાઇટ ચાલુ કરવા આગળ વઘ્યો. રૂમની ટયુબલાઇટ ઓન
થતા ૫હેલા તેની નજર ડાઇનીંગ ટેબલ ૫ર ૫ડી, તે એકદમ સ્વચ્છ હતું, ત્યાં કોઇ ૫ણ કેકના
ટુકડા ના હતા. તેણે કાચની બારી માંથી બહાર નજર કરી બહાર ઘીમે ઘીમે વરસાદ આવી રહયો
હતો. તેને દિવાલ ૫ર લટકાવેલી ડીજીટલ વોચ ૫ર દ્રષ્ટિ કરીને જોયું, સમય સવારના ૫:૧૫
મીનીટ થઇ હતી તેની નજર તારીખ ૫ર ૫ડી તારીખ ૫ સપ્ટેમ્બર હતી. એના ચહેરા ૫રના હાવભાવ
જરા બદલાય ગયા. વહેલી સવારે આવેલું આ સ્વપ્ન જરા વિચીત્ર હતું. વઘારે વિચાર ન કરી
તેણે લાઇટ ઓફ કરીને ફરી બેડરૂમમાં સુવા ગયો.
બેડરૂમમાં આવતાની સાથે તેણે પોતાની હંમેશા
લગોલગ સુવડાવનાર પુત્રી આકૃતિ ના નિખાલસ ચહેરા સામે જોયું કેટલી નિખાલસતા હોય છે
એક બાળકમાં તે મનોમન બોલી ઉઠયો. આકૃતિ પોતાની અને નિવેદીતાની હંમેશા વચ્ચે જ સુતી
જેથી કરીને એણે મમ્મી – પપા બંનેની હુંફ મળી રહે. તે બેડ ૫ર આવીને આકૃતીના અને
નિવેદીતાના માથા ૫ર હાથ ફેરવીને સુઇ ગયો...
રોજની જેમ અમર સવારના ૬:૪૫ મીનીટે જાગી
ગયો હતો. નિવેદીતા આકૃતીને સ્કુલ જવા માટે તૈયાર કરી રહી હતી. રોજની જેમ અમર
નિવેદીતા અને આકૃતી પાસે ગયો બંનેને ચુબન કરીને પોતે ફ્રેસ થવા માટે બાથરૂમમાં
ગયો.. ૩૦ મીનીટની અંદર તે તૈયાર થઇ ગયો હતો આકૃતીને સ્કુલે મુકવા જવા માટે બીજી
તરફ ૧૨ વર્ષની આકૃતી ૫ણ સ્કુલે જવા માટે તૈયાર હતી.
અમરે પોતાનું બાઇક ગેટની બહાર કાઢયું...
વરસાદ સાવ શાંત ૫ડી ગયો હતો. આકાશમાં થોડા ઘણા વાદળો દેખાતા હતા, બાકી આકાશ સ્વચ્છ
લાગતું હતું. અમર અને આકૃતી બંને બાઇક ૫ર બેસી ગયા હતા. રોજની જેમ આકૃતી અમરને
૫કડીને પાછળ બેસી ગઇ હતી. થોડીવાર રહીને આકૃતી બોલી..
‘ડેડી, આજ શું
દિવસ છે ? યાદ છે ?’
અમર બાઇક
ચલાવતા જરા ગુંચવાઇ ગયો. તેણે યાદ આવ્યું તે બોલ્યો. ‘હા બેટા, આજ ૫ મી સપ્ટેમ્બર
છે.’
‘યસ ડેડી, ૫ણ ૫
મી સપ્ટેમ્બરના દિવસ ઉજવાય છે...??’
‘કયો દિવસ
ઉજવાય છે..??’ તેણે સામો સવાલ કર્યો.
‘હા...હા...હા...’
તે હસ્વા લાગી અને બોલી ‘ડેડી, આજ ૫ મી સપ્ટેમ્બર અટલે કે આજે ટીર્ચસ ડે ઉજવાય છે,
અને આજ હું સ્કુલમાં ટીચર બનાવાની છું...’
અમર તેણા
નિદોર્ષ શબ્દોને સાંભળતો રહયો જરા ૫ણ અહમના હતો કેટલી નિદોર્ષતા...
‘અરે વાહ, મારી
૫રી આજ ટીચર બનવાની છે. વાઉ... ઓલ ઘી બેસ્ટ બેટા...’
‘થેન્ક યુ,
ડેડી...’
‘વેલકમ માય
ડીયર...’
‘ડેડી, તમે મને
ટીર્ચર ડે વિશે આર્ટીકલ લખી આ૫જો મારે મારી બુકમાં રાખવો છે..’ આકુતી બોલી.’૫ણ,
બેટા કેમ..? તેની શી જરૂર છે ??..’
‘બસ એમ જ ડેડી,
એક યાદ તરીકે રાખવા માટે..’
‘ઓકે, બેટા લખી
આપીશ...’
થોડીવારમાં આકૃતીની સ્કુલ આવી ગઇ. તે અમરને આઇ
મીસ યુ ડેડી કહીને સ્કુલમાં ચાલી ગઇ જવાબમાં અમરે પણ આઇ મીસ યુ આકૃતી કીઘુ. આ
તેમનો રોજનો નિયમ હતો...
અમરે ઓફીસની અંદર પ્રવેશ કર્યો, ભગવાનના
અગરબતી કરીને તે પાતાનું કામ કરવા માટે લાગી ગયો, તેની નજર સામેના આજ ૫ડેલ છાપાની
તારીખ ૫ર પડી ૫ મી સપ્ટેમ્બર તેણે લાગ્યુ કે તે કઇક ભુલી ગયો છે. તેણે પોતાની
દિકરી આકૃતી માટે ટીર્ચર ડે વિષે લખવા માટે પાતાની ડાયરી કબાટ માથી બહાર કાઢી ત્યા
તેની નજર ૧3 વર્ષ ૫હેલાની જુની ડાયરી ઉપર ૫ડી. તેણે એ ડાયરી બહાર કાઢી તે ખુબ જ
સારી રીતે એક પ્લાસટીક બેગમાં પેક કરી હતી. બેગ ઉપર માત્ર આછી આછી ઘુળ જામી ગઇ
હતી, અંદરથી રજકણનો એક કણ ન જાય એવી રીતે પેક કરેલી હતી તે એકદમ નવી હતી. અમરે તે
ડાયરીને ખુબ સાચવીને બહાર કાઢીને જોયુ... તે ડાયરીના ૫હેલા પેજ ૫ર નામ લખેલું હતું
‘’મોસમ જોષી’’ ડાયરીના દરેક પાના કોરા જ હતા કયાય કશું જ લખેલ ના હતું. અમરનું મગજ
વઘારેને વઘારે સતેજ થવા લાગ્યું. તેને રાતે આવેલ સપનાની સંકતે થયો તે સમજી ગયો આજ
શું હતું. ખરાબ સંજોગોને કારણે તે મોસમને જે ડાયરી આ૫ી ના શકયો તે તેણે ખુબ જ
સાચવીને રાખી હતી. તેણે ડાયરીનું ૫ મી સપ્ટેમ્બરનું પેજ ખોલ્યુ.. તેની બંને આંખો
માંથી અશ્રુનું એક ટીપું તે પાના ૫ર પડયું..
‘’ ડીયર મોસમ,
તારા
વિષે જેટલું ૫ણ કઇ લખવા બેસુ એટલું એક લેખક કે કવિ માટે ઓછુ છે કારણ કે તું કોઇ
કરતા કોઇ જ શબ્દોમાં સમાઇ શકે તેમ નથી, તું તો સર્વઘ્ય છે. તારૂ નામ મે ભલે મોસમ
છે પણ આજ સુઘી તે માત્ર મને જ પ્રેમ કર્યો છે ને કરવાની છે તે કયારેય ૫ણ એ
કુદરતીની મોસમની માફક પોતાનો રંગ નથી બદલ્યો અને ના તો બદલ્યો છે તે તારો મારા
પ્રત્યેને બેઘડક ઇશ્કએ જુનુન નો મિજાજ. તારી આ અદા તો મને ગમતી હતી કે તું બેફીકર
બઘાને કહેતી હતી કે ‘’આઇ લવ ઓન્લી અમર એન્ડ અમર ઇશ માય લાઇફ...’’
તારી નશીલી આંખો અને,વારે વારે તારા ચહેરા
૫ર આવી જતા એ તારા કર્લી વાળ તારા સોર્દયને ચાર ચાંદ લગાવી દેતા હતા. હું તને
હંમેશા કહુ છું કેહુ છુ કે ‘’કાળુ ટ૫કું કરવાનું રાખ નહીતર મારા પ્રેમને કોઇની નજર
લાગી જાશે,’’ ૫ણ તું ઇમ્પોશીબલ મારી દરેક વાતને મજાક માં ઉડાવી દે છે અને મને કહે
છે કે ‘’તમે કાળુ ટ૫કું કરતા જાવ નહીતર તમને કોઇ છોકરીની કાતીલ નજર લાગી જાશે.’’
તું સાચે જ કેટલી માસૂમ છે..
૨૭ નક્ષત્રો અને બઘા જ ગ્રહોમાં જેમ શુક્ર
સૌથી તેજસ્વી છે તેમ તારૂ તેજ કુદરતે બક્ષેલી
શુક્રની તેજસ્વીતાને સાથે સરખાવતા મને જરા ૫ણ સંકોચ નથી. કોઇ કલાકારે જાણે
સાક્ષાત એક ૫રીનું સર્જન કરીને મારા માટે તને આ ઘરતી ૫ર મોકલી આપી એ વાત કોઇ જ
ઘરતી ૫ર ઉતરી આવેલ ચાંદનીથી ઓછી નથી. તું અને હું એ માત્ર આ૫ણા માટે એક જ શબ્દ
રહેશે હંમેશા માટે. દિલને એક નવી દુનીયા અને તારો અમૂલ્ય પ્રેમ આ૫વા માટે આ અમર
હંમેશા તારો ઋુણી રહેશે મને ખબર છે કાનુડા તને આ વાકય જરા ગુસ્સો કરાવશે ૫ણ, મોસમ
તું છે જ એવીને કે તારા ગુસ્સામાં ૫ણ કેટલો બઘો પ્રેમ હોય છે... થેકય યુ ગોડ કે
મને તારા જેવી પ્રિયતમા મળી...
આજ તારા જન્મદિવસ ના દિવસે મેં આપેલી
‘મુલ્યવાન’ ભેટને બદલે તેં માગેલી ‘અમૂલ્ય’ ભેટ આ ડાયરી અને તેમા રહેલુ ૫ મી
સપ્ટેમ્બરનું પેજ તને દિલ ઓ જાનથી ર્અ૫ણ કરૂ છુ...
આઇ લવ યુ
મોસમ..... આઇ મીસ યુ મોસમ......
હેપી બર્થ
ડે....મોસમ... મેની મેની હેપી રીટર્ન ઓફ ધી ડે..... THE END
- - દિપેશ ખેરડીયા
- - દિપેશ ખેરડીયા
Sunday, 4 August 2013
Happy Friendship Day
હેપી ફેન્ડશીપ ડે ટુ ઓલ
ફેન્ડશીપની વ્યાખ્યા ના તો હું એક કવિ તરીકે આપી શકુ એમ છુ કે ના તો એક લેખક તરીકે....
પણ એક સામાન્ય વ્યકિતની ફીલીંગ્સ વિશે અહી લખું છું...
મિત્રતાનો દિવસ એટલે ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર.
દરેક વ્યકિતના જીવનમાં આ દિવસ બહુ જ ખાસ હોય છે કારણ કે માતા-પિતા અને ઘરના ફેમીલી મેમ્બરને બાદ કરતા બહારની દુનીયામાં સૌથી પહેલા એ જે વ્યકિત સાથે રીલેશનમાં આવે છે એ મિત્ર હોય છે જે દોસ્ત સાથે એ રમતા, બોલતા, ચાલતા, હરતાફરતા શીખે છે..
એક બાળક જયારે એ સમજદાર થાય, યંગ થાય, ત્યાર બાદ મેચ્યોર થાય આ બધા તબ્બકાઓ દરમિયાન વ્યકિતના જીવનમાં ઘણા બધા મિત્રો આવે છે પછી એ પુરૂષ મિત્ર જ હોય એ જરૂરી નથી કોઇ સ્ત્રી મિત્ર પણ હોય શકે. આ બધા ઘણા બધા યાદ રહી જાય છે ઘણા બધા ભુલાય પણ જાય છે.
૨ દોસ્તનું ફોન પરનુ: થોડુ convertion ( કાલ્પનીક )
‘તમે મને કેવો બેલ્ટ બાંધીશો ?’
‘બેલ્ટ...! એક પણ નહી મને એવું ના ગમે..’
‘કેમ.. ?’
‘ઘણી બધી વાતો ના જવાબ નથી હોતા Dear એ તું નહી સમજે...’
‘પણ, મારે જવાબ જોઇએ છે તોય તે..મને જવાબ આપો બસ’
‘મારી પાસે જવાબ નથી પ્લીસ સમજવાની કોશીશ તો કર..’
‘હુ તમને સમજવાની કોશીશ કરી શકુ પણ તમે મને નહી.. વાહ...’
‘ઓકે કઇ વાંધો નહી તમે નહી બાંધતા પણ હું તો તમને કુરીયર કરવાની જ છું..’
‘કેવા કલરનો બેલ્ટ મોકલુ ?’
‘તને જેવો કલર ગમે એવો.’
‘ના, તમે કયોને કેવો કલર મોકલું..?’
‘તને ગમે એવો કલર મોકલજે બસ તને જે ગમશે એ મને પણ ગમશે. ઓકે.’
‘ના કયો તો...?
’
‘તને ગમે એજ..’
અંતે બંને વચ્ચે ઝઘડો થાય છે.. ફોન મુકાય થાય છે... થોડી વાર પછી............... છોકરાના મોબાઇલ પર એની દોસ્તનો મેસેજ આવે છે.. છોકરો સામે રીપ્લાય કરે છે, ફરી છોકરીનો ફોન આવે છે..
‘બોલ..:’
‘કેમ તમે પર્પલ બેલ્ટ સેન્ટ કર્યુ..?’
‘એ મેસેજ માં લખેલું જ છે ’
‘પણ, મારે તમારા મોઢેથી જ સાંભળવુ છેં..’ (છોકરીના ચહેરા પર ખુશી છે)
‘એ બોલી શકતો હોત તો આટલી બધી ચર્ચાના થોડી કરતા તારી સાથે..પણ હવે તું જ કહે કે તું મારા તરફથી કયો કલરનો બેલ્ટ બાંધવાનું પંસદ કરી તારા હાથ પર’ (છોકરો શરમાય છે)
‘પણ જયા સુધી તમે મને તમારા મોઢેથી બોલીને નહી કહો કે હું શા માટે મારા હાથ પર પર્પલ બેલ્ટ બાંધુ ત્યા સુધી હું નહી બાંધુ પર્પલ બેલ્ટ મારા હાથ પર અને ના તો હું તમને કુરીયર પણ કરીશ પર્પલ બેલ્ટ...ઓકે..’
‘તું નહી સમજી શકે...’
‘મારે સમજવું છે એટલે જ તો કહુ છૂ કે કહો...?’
‘Because I Love You....’ ( છોકરાની આંખો ભરાય જાય છે )
‘I Love You Too...’ ( છોકરી પણ રડી પડે છે )
‘ફેન્ડશીપ ડે ના દિવસે પણ કોઇ Propose કરતું હશે...?’
‘કોઇ નહી કરતુ હોય એટલે જ તો મેં કર્યુ છે..’ ( બંને હસી પડે છે )
( પ્રેમ કરવા માટે કે દોસ્તી કરવા માટે કયારેય પણ કોઇ દિવસ મહત્વના નથી પણ મહત્વની છે દોસ્તી અને એથી પણ વધારે મહત્વનો છે દોસ્ત કારણ કે દોસ્ત હશે તો જ તો દોસ્તી હશે. દિવસ તો આપણે માત્ર એટલા જ માત્ર રાખ્યો છે કે કદાચિત કયારેય પણ ભુલથી પણ જો ભુલાય ગયું હોય કે હું તારો દોસ્ત છું તને આ દિવસે તો મારી યાદ આવવી જ જોઇએ પણ તું મને ભુલી જા હા તો તો ધોકાવો પડે.. હા....હા.....હા)
‘‘ચાલ, એમ માની લઉ છુ કે આજે પણ તે તારા હાંથે ફન્ડશીપ બેલ્ટ બાંધેલો છે બીકોશ ફેન્ડશીપ ફોરએવર’’
હેપી ફેન્ડશીપ ડે ટુ ઓલ
- દિપેશ ખેરડીયા
( પ્રેમ કરવા માટે કે દોસ્તી કરવા માટે કયારેય પણ કોઇ દિવસ મહત્વના નથી પણ મહત્વની છે દોસ્તી અને એથી પણ વધારે મહત્વનો છે દોસ્ત કારણ કે દોસ્ત હશે તો જ તો દોસ્તી હશે. દિવસ તો આપણે માત્ર એટલા જ માત્ર રાખ્યો છે કે કદાચિત કયારેય પણ ભુલથી પણ જો ભુલાય ગયું હોય કે હું તારો દોસ્ત છું તને આ દિવસે તો મારી યાદ આવવી જ જોઇએ પણ તું મને ભુલી જા હા તો તો ધોકાવો પડે.. હા....હા.....હા)
‘‘ચાલ, એમ માની લઉ છુ કે આજે પણ તે તારા હાંથે ફન્ડશીપ બેલ્ટ બાંધેલો છે બીકોશ ફેન્ડશીપ ફોરએવર’’
હેપી ફેન્ડશીપ ડે ટુ ઓલ

Saturday, 3 August 2013
Saturday, 27 July 2013
ખાલી સલામ
ભર બહારે આવી વાતો નહી કરો મને આવું ફાવતું નથી
કયા પાનખર પછી બહારે ઋતું વસંત કદી આવતુ નથી.
નિખાલસથી નીરખ્યા કરૂ છુ તમારા આવવાના પળને
તારા વગર અહી તારી ખબર જો બીજુ કોઇ લાવતું નથી.
સાચી દોસ્તી અને મહોબતના કિસ્સા બધા જુના થયા કે
અહી તો ક્ષણભર માટે પણ મહોબત કોઇ નિભાવતું નથી.
ખાલી સલામ કરે દુરથી અહી બધા જ મંદિરને ‘દિપેશ’
શું નથી ઇશ્વર મંદીરમાં કે એને જઇને કોઇ મનાવતું નથી.
- દિપેશ ખેરડીયા -
Monday, 22 July 2013
દુવા મેં યાદ રખના
ખુદા પાસે તમે રોજ રોજ જયારે પણ મંદીરમાં જાવ ત્યારે કંઇના કંઇક તો દુવા કરતા અને માત્ર તમે જ નહી દેવ હું પણ રોજ દુવા કરતો પણ તમે તો માત્ર એક જ વ્યકિતને માટે દુવા કરતા હતા કોઇ વસ્તું માટે પણ હું એ કયારેય ના જાણતો હતો...
રોજ વહેલા સવારના ૬ વાગ્યામાં તમારો પગલા મંદીરમાં પડતા અને તમારા હાથે જયારે મંદીરના ટકોરા પડતા ત્યારે આસપાસના વિસ્તારમાં એનો ગુંજન પડઘાતો દેવ. આખાય વાતાવરણમાં એના પડઘો એવો પડતો કે જાણે ભગવાન શિવે ડમરૂનો નાદ છેડયો હોય દેવ.
તમારા એક હાથમાં દુધ ભરેલી પ્યાલી અને બીજા હાથમાં શુધ્ધ પાણીથી ભરેલો પ્યાલો, ભાલ પર કરેલા ચંદનના તીલકથી તમારૂ મસ્તક એવુ ચમકતું જાણે સાક્ષાત ભગવાન વિષ્ણનો અવતાર લાગતા. ગંગાજલ અને દુધથી ભગવાનની ભકિત કરતા અને એક બીલીપત્ર ભગવાન આશુતોષને અર્પણ કરતા ત્યારે એમ લાગતુ દેવ કે જાણે હમણા જ ભગવાન કંશુ બોલી ઉઠશે...
તમારી માત્ર ૧૬ વર્ષની ઉમરમાં તમે એક એવી વ્યકિતના પ્રેમમાં પડી ગયા હતા દેવ, જે વ્યકિત પ્રેમ શબ્દને જાણતી પણ ન હતી. રોજ ભગવાન પાસે તમારૂ એક કાવ્યાજલીને માંગવુ મને યોગ્ય ના લાગતું પણ દેવ તમારૂએ ભગવાન પાસેનું નિખાલસ પણુ જોઇને હું ચુપ થઇ જતો..દેવ
૧૬ વર્ષની તમારી એ બાલી ઉમરમાં તમે પડેલા ૧૫ વર્ષની કાવ્યાજલીના પ્રેમમાં તમારી દિવસની વાતચીતો એકબીજાની સાથે કરવી આ બધુ એક રોમાંચીત કરી મુકે તેવુ હતું દેવ. અને અચાનક એક દિવસ તમારી આંખોમાં આવેલું એ આશું નિખાલણ પણ તમારી ઘટનાનું વર્ણન કરતું હતું દેવ કે કાવ્યાજલી તમને છોડીને અન્ય મીંત્ર સાથે જતી રહી હતી અને તમે એ ભુલી ગયા હતા કે બાળક હતી અને તમે પણ સાહસિક રીતે એક બાળક જ હતા દેવ..
જીવનની દરેક ઘટના સાથે માણસ સહમત થવુ જ પડે છે અને તમે પણ થયા હતા દેવ પણ સમય કોઇને મુકતો નથી તમારા એકાંત્ માટે તમને એક નવી દોસ્ત મળી ગઇ હતી. ઘોરણ ૧૨ માં તમારી એ નવી દોસ્ત નીયતી સાથે તમે કયારે પ્રેમમાં પડી ગયા એ તમને પણ યાદ ન હતું. ફરીથી એ જ મંદીરે રોજ સાંજે તમારૂ અને નીયતીનું મળવાનું તમારૂ આવું મોહક રૂપ ત્યાર બાદ ફરીથી ૨ વર્ષ પછી મને જોવા મળયું હતું દેવ પણ તમારી જીદગીમાં કાવ્યાજલી ગયા પછી આજે નીયતીના આવ્યા થી તમારી જીદગીમાં તમે ખુશ હતા પણ દેવ તમે એ ભુલી ગયા હતા કે તમે ધોરણ ૧૨ ની પરીક્ષામાં હતા ને સતત ઇશ્કમાં રચ્યા પચ્યા રહેતા હતા.. તમારૂ ફરીથી ઇશ્વર પાસે જઇને ભગવાન પાસેથી બસ નીયતીને માગ્યા કરવાની વાત મને જરા અજુગતું લાગતું હતું દેવ પણ તમારા ચહેરા પરની નિદોર્ષતા જોઇને હું ફરી મૌન જઇ જતો દેવ.
ધોરણ ૧૨ ની પરીક્ષા આવીને અચાનક નીયતીના પાપાની નોકરી બદલતા તે બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા હતા અને ફરીથી તમે એ ભગવાન પર ગુસ્સે ભરાયા હતા અને મંદીરે આવવાનું બંધ કરી દીધુ હતું દેવ.
તમારી માત્ર ૧૭ વર્ષની ભણવા-ગણવાની ઉમરે આવા પ્રમમાં પડી ગયા હતા પણ તમે ફરીથી પ્રેમમાં નિષ્ફળ ગયા હતા. કોલેજના શરૂઆતના દિવસોમાં તમે આખી કોલેજમાં તમારા વ્યકિતત્વથી બધાને પ્રભાવીત કરી દિધા હતા અને તમે કોલેજમાં સૌથી પ્રિય વ્યકિત બની ગયા હતા ઝરણાના જેમ જ તમારા જ વર્ગની તેજસ્વી અને હોશીયાર સ્ટુડન્ટ હતી. ધીરે - ધીરે તમારો અને ઝરણાનો પરીચય પ્રેમમાં પાંગર્યો જે કદાચિત તમારી કલ્પના માં પણ નહી હોય દેવ, નદી સાથે ઝરણુ ખળભળ કરતું વહેતું હોય તેમ તમે દુનીયાના તમામ દુખ દર્દ ભુલીને એકબીજામાં ઓળઘોળ થઇ ગયા. ફરીથી તમારૂ એ મંદીરમાં ભગવાન શિવને તમારૂ શિશ જુકાવવું આ હવે તમારા અને મારા માટે કોઇ જ નવી બાબત ના રહી હતી દેવ. ફરીથી તમારા હોંઠે એ ખળભળ કરતા ઝરણાને તમારે તમારા બનાવવાની તીવ્ર ઇશ્ચાઓને તમારા જ્ઞાનતંતું અને ચેતાચચું ઉપર એવી રીતે વશીકરણ કરેલું હતુ કે તમને ઝરણા સીવાય બીજુ કશું જ દેખાતું ના હતું દેવ.. તમારી સાથે થયેલા ૩-૩ વારનાં પ્રેમના વિચ્છેદનને ભુલવા માટે તમે પાગલોની માફક ભગવાન પાસે ઝરણાં મેળવવાની દુવા કરતા અને ઝરણા તમારી આગોષ અને તમારી બાહોમાં એવી રીતે છુપાઇને રહેતી જાણે કે દુનીયામાં ખળભળ કરતા સાગરથી ડરતી હતી.
કોલેજ કાળના ૩ જા વર્ષમા: પ્રવેશતાની સાથે જ તમારા માથા પર કોઇને વજ્રા ધાત કર્યો હોય એવા સમાચાર સાંભળીને તમે પડી ભાગ્યા દેવ, તમારી નશે-નશમાં જાણે રકત થીજી ગયું હોય એમ પડી ગયા. તમારી અંતર અને મન પર ખળભળાટ મચી ગયો માત્ર તમે શુન્યમન્સક બની ગયા દેવ. તમારા બંન્ને પગ જોરજોરથી ઉગતી દિશામાં ગતી કરવા લાગ્યા. હાથ-પગની તમારી ધુજારી તમારા ચહેરા પર બાઝી ગયેલા શરીરની એ પરશેવાના ટીપા તમારી આખા શરીરને ઠ:ડુગાર કરી દીધુ હતું, તમારી આંખ્ માંથી ટપકતા આંશું તમારા એ ગુલાબી ગાલ પર જાણે એવા લાગતા હતા કે કોઇ કમળની આંખમાંથી નીકળતા આંશું..
મંદીરમાં પ્રવેશતાની સાથે તમારૂ એ દષ્ય જોતા જ તમારી આંખો ફાટી ગઇ હતી. તમારા હદયમાં જાણે કોઇએ ઉપરા ઉપરી ઘા મારી દીધા હોય એવું દષ્ય સર્જાયું હતુ દેવ તમારાથી આ સહન ન થતા તમે ત્યાજ ઢળી પડયા હતા કારણ કે તમારી ઝરણા હવે સાગરમાં ભળી ગઇ હતી. તમારી સાથે જ અભ્યાસ કરતા એ સાગરના નામના વ્યકિત સાથે ઝરણાને ચુંબન કરતા તમારી નજર સમક્ષ જોતા જ તમે શુદ્ધી ગુમાવી દિધી હતી.
વધારે પડતું માનસીક દર્દ શારીરિક દર્દ કરતા પણ વધારે ખરાબ હોય છે એ તમે ભૂલી ગયા. દુનિયામાં બધું જ પૈસા કે ભગવાન ની પ્રભુ ભક્તિ કરવાથી નથી મેળવી શકાતું દેવ... સમય થી પહેલા અને ભાગ્ય થી વધારે કોઈને કસું મળ્યું નથી અને કોઈને કશું મળતું નથી દેવ. તમારા નસીબ નું કોઈ નથી છીનવી શકતું તમારી પાસે થી દેવ.. પણ આ વાક્ય સમજવા જેવી ત્યારે તમારી ઉમર ના હતી...
કોલેજકાળ પત્યા પછી અંતે તમારી પ્રભુ ભક્તિ અને ઈશ્વર પ્રત્યે નો પ્રેમ કહો તો પ્રેમ અને નફરત કહો તો નફરત રંગ લાવી ખરા... ખુબ જ મોટી અને પ્રતિષ્ટિત કંપની માં તમને સારા હોદા પર નોકરી મળી ગયી અને સાથે સાથે તમે તમારો અભ્યાસ પણ ચાલુ રાખી શક્યા હતા.. અ ભગવાન ની દયા અને દુવા જ હતી દેવ, તે દિવસ થી કદાચ તમે મેચોર થઇ ગયા હતા, કારણ કે તમારી ઉપર જબવ્દારી નામનું એક તત્વ જોડાઈ ગયું હતું અને નોકરી પર ની જવાબદારી તમે સારી રીતે સમજી સકતા હતા દેવ.
સમય કડી કોઈની રાહ જોતો નથી અને કડી જોશે પણ નહિ કાલ પર આજ સુધી જોઈ વિજય પામી શક્યું નથી એ સતત ચાલતો જ રહે છે, સમય અને સંજોગ ની સાથે ધીરે ધીરે હવે તમે કાવ્યાંજલી, નિયતી કે ઝરણા ને ભૂલી ગયા હતા. ત્યાર બાદ તમે તમારા લાઇફ માં પ્રેમ નામના શબ્દ થી પણ હચમચી ઉઠતા હતા. પણ તમે લેસ માત્ર દુખી ના હતા પણ તમારી આંખો બધું જ બોલતી હતી દેવ, કે આજ પણ તમે એ દિવસો ને મહાદઅંશે ભૂલી શક્યા નથી. હવે થી તમે રોજ ભગવાન શિવ ની પૂજા પણ કરતા હતા પણ હવે તમે તમારા માટે નહિ પણ તમારી ફેમીલી માટે દુવા માંગતા ગાતા, એમાં કોઈ જ સ્વાર્થ ના હતો એ નિસ્વાર્થ લાગણી હતી તે દિવસ હું અંતર માં હસ્યો હતો કે તમે હજુ પણ દુનિયા અનુભવ લયીને ઘડાયા નથી દેવ...
તમારા સંજોગ અને તમારા ભાગ્ય રેખામાં કદાચિત ઈશ્વરે સ્ત્રી પ્રત્યે નો પ્રેમ ભર્ફુલ લખી નાખ્યો હતો. તમારી ઓંફીસમાં નોકરી કરતી તમારા સ્ટાફની એક સુંદર યુવતિ તમારી સામે અવાર નવાર smile આપતી રહેતી પણ તમે એ બાબતે ધ્યાન ના આપતા. એક દિવસ ઓંફિસ માં વધારે કામ હોય તો તમારે ઘરે જવાનું મોડું થાય ગયું તે દિવસે લીનાએ તમને તમારા બાઈક પર રસ્તા માં છોડી દેવા કહ્યું અને તમારું દિલ ના નહિ પડી શક્યું. લીના તમારી પાછલી શીટ પર તમને અડી ને લગોલગ બેસી ગયી. તેનું યોવન અને તેમાં મુલાયમ સ્તનનો સ્પર્શ તમારી પીઠ પાછળ થઇ રહોયો હતો, તમે ચાહવા ચાત તમે એ સ્પર્શ નો ઇનકાર ના કરી શક્ય દેવ.. કારણ કે તમારું મન કોઈનો શાહ્વાસ ચાહતો હતો.
તે રાતે જ લીના એ તમને આઈ લવ યુ કહી નાખ્યું દેવ.. અને તમે માત્ર સાંભળતા જ રહ્યા અને તમારી નશે નશમાં એક કોઈને ખંજર મારી ને ચીરો પાડી દીધો હોઈ એવો આભાસ થયો દેવ, તમારું મોંન થીજી ગયુ. લાગણીઓ કરમાઈ ગયી.. કાનમાં અવાજો ના પડદા ફાટી ગયા. હદય ની અંદર એક ઊંડો આઘાત લાગ્યો અને મોંન મરી ગયું. લીના તમારો જવાબ સાંભળવા તલપાપડ હતી પણ તમારું શરીર ઠંડુગાર થઇ ગયું, પણ તમારું મન હસતું હતું અને મનોમન બોલી ઉઠયું 'વાહ રે કુદરત'... એક તુફાન આવ્યું ને શમી ગયું.
તમે તમારી જાત ને છેતરી રહ્યા હતા દેવ પણ તમને એની જરા પણ કલ્પના ના હતી અને કદાચ હતી તો તમે સ્વીકાર કરવા તૈયાર ના હતા. થોડા દિવસ પછી તમારા ટેબલ પર ત્યારે એક કવર પડેલું જોયું. લીના ચેમ્બર માં ના હતી. તમે કવર ખોલીને જોયું તો અને ફરી એકવાર જોરદાર પડઘો પડ્યો અને કાન માં હજારો માઈલ સુધી અવાજ સમ સમી ગયો. અને તમારી આંખોમાં અંધારા આવી ગયા દેવ અને તમે ત્યાં ટેબલ પર જ ઢળી પડ્યા.જયારે તમે હોશ માં આવ્યા ત્યારે તમારી આસપાસ તમારો ઓફીસ નો સ્ટાફ હતો દેવ પણ ત્યારે તમારા ચહેરા પર ગમ નહિ પણ સ્માઈલ હતી અને મનોમન હસી પડ્યા ફરી વાર દેવ.
સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો. જીંદગી ના સારા અને ખરાબ અનુભવ લઈને આજ જયારે તમે 27 માં વર્ષ માં પ્રવેશ કર્યો, ત્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી અને સારી પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચા ઉચા અને સારા પગાર થી એક સંજોગને પર પાડી અને સારું કામ કર્યું હતું. થોડા દિવસ પછી તમારા પિતા એ તમારા લગ્ન માટેની વાતચીત કરી ત્યારે તમે સાફ ઇનકાર કરી દીધો હતો. તમારા પિતા એ તમને ઘણા સમજાવ્યા હતા એ બાદ પણ તમે એક ના બે ના થયા હતા દેવ.
કોલેજ કાળના ૩ જા વર્ષમા: પ્રવેશતાની સાથે જ તમારા માથા પર કોઇને વજ્રા ધાત કર્યો હોય એવા સમાચાર સાંભળીને તમે પડી ભાગ્યા દેવ, તમારી નશે-નશમાં જાણે રકત થીજી ગયું હોય એમ પડી ગયા. તમારી અંતર અને મન પર ખળભળાટ મચી ગયો માત્ર તમે શુન્યમન્સક બની ગયા દેવ. તમારા બંન્ને પગ જોરજોરથી ઉગતી દિશામાં ગતી કરવા લાગ્યા. હાથ-પગની તમારી ધુજારી તમારા ચહેરા પર બાઝી ગયેલા શરીરની એ પરશેવાના ટીપા તમારી આખા શરીરને ઠ:ડુગાર કરી દીધુ હતું, તમારી આંખ્ માંથી ટપકતા આંશું તમારા એ ગુલાબી ગાલ પર જાણે એવા લાગતા હતા કે કોઇ કમળની આંખમાંથી નીકળતા આંશું..
મંદીરમાં પ્રવેશતાની સાથે તમારૂ એ દષ્ય જોતા જ તમારી આંખો ફાટી ગઇ હતી. તમારા હદયમાં જાણે કોઇએ ઉપરા ઉપરી ઘા મારી દીધા હોય એવું દષ્ય સર્જાયું હતુ દેવ તમારાથી આ સહન ન થતા તમે ત્યાજ ઢળી પડયા હતા કારણ કે તમારી ઝરણા હવે સાગરમાં ભળી ગઇ હતી. તમારી સાથે જ અભ્યાસ કરતા એ સાગરના નામના વ્યકિત સાથે ઝરણાને ચુંબન કરતા તમારી નજર સમક્ષ જોતા જ તમે શુદ્ધી ગુમાવી દિધી હતી.
વધારે પડતું માનસીક દર્દ શારીરિક દર્દ કરતા પણ વધારે ખરાબ હોય છે એ તમે ભૂલી ગયા. દુનિયામાં બધું જ પૈસા કે ભગવાન ની પ્રભુ ભક્તિ કરવાથી નથી મેળવી શકાતું દેવ... સમય થી પહેલા અને ભાગ્ય થી વધારે કોઈને કસું મળ્યું નથી અને કોઈને કશું મળતું નથી દેવ. તમારા નસીબ નું કોઈ નથી છીનવી શકતું તમારી પાસે થી દેવ.. પણ આ વાક્ય સમજવા જેવી ત્યારે તમારી ઉમર ના હતી...
કોલેજકાળ પત્યા પછી અંતે તમારી પ્રભુ ભક્તિ અને ઈશ્વર પ્રત્યે નો પ્રેમ કહો તો પ્રેમ અને નફરત કહો તો નફરત રંગ લાવી ખરા... ખુબ જ મોટી અને પ્રતિષ્ટિત કંપની માં તમને સારા હોદા પર નોકરી મળી ગયી અને સાથે સાથે તમે તમારો અભ્યાસ પણ ચાલુ રાખી શક્યા હતા.. અ ભગવાન ની દયા અને દુવા જ હતી દેવ, તે દિવસ થી કદાચ તમે મેચોર થઇ ગયા હતા, કારણ કે તમારી ઉપર જબવ્દારી નામનું એક તત્વ જોડાઈ ગયું હતું અને નોકરી પર ની જવાબદારી તમે સારી રીતે સમજી સકતા હતા દેવ.
સમય કડી કોઈની રાહ જોતો નથી અને કડી જોશે પણ નહિ કાલ પર આજ સુધી જોઈ વિજય પામી શક્યું નથી એ સતત ચાલતો જ રહે છે, સમય અને સંજોગ ની સાથે ધીરે ધીરે હવે તમે કાવ્યાંજલી, નિયતી કે ઝરણા ને ભૂલી ગયા હતા. ત્યાર બાદ તમે તમારા લાઇફ માં પ્રેમ નામના શબ્દ થી પણ હચમચી ઉઠતા હતા. પણ તમે લેસ માત્ર દુખી ના હતા પણ તમારી આંખો બધું જ બોલતી હતી દેવ, કે આજ પણ તમે એ દિવસો ને મહાદઅંશે ભૂલી શક્યા નથી. હવે થી તમે રોજ ભગવાન શિવ ની પૂજા પણ કરતા હતા પણ હવે તમે તમારા માટે નહિ પણ તમારી ફેમીલી માટે દુવા માંગતા ગાતા, એમાં કોઈ જ સ્વાર્થ ના હતો એ નિસ્વાર્થ લાગણી હતી તે દિવસ હું અંતર માં હસ્યો હતો કે તમે હજુ પણ દુનિયા અનુભવ લયીને ઘડાયા નથી દેવ...
તમારા સંજોગ અને તમારા ભાગ્ય રેખામાં કદાચિત ઈશ્વરે સ્ત્રી પ્રત્યે નો પ્રેમ ભર્ફુલ લખી નાખ્યો હતો. તમારી ઓંફીસમાં નોકરી કરતી તમારા સ્ટાફની એક સુંદર યુવતિ તમારી સામે અવાર નવાર smile આપતી રહેતી પણ તમે એ બાબતે ધ્યાન ના આપતા. એક દિવસ ઓંફિસ માં વધારે કામ હોય તો તમારે ઘરે જવાનું મોડું થાય ગયું તે દિવસે લીનાએ તમને તમારા બાઈક પર રસ્તા માં છોડી દેવા કહ્યું અને તમારું દિલ ના નહિ પડી શક્યું. લીના તમારી પાછલી શીટ પર તમને અડી ને લગોલગ બેસી ગયી. તેનું યોવન અને તેમાં મુલાયમ સ્તનનો સ્પર્શ તમારી પીઠ પાછળ થઇ રહોયો હતો, તમે ચાહવા ચાત તમે એ સ્પર્શ નો ઇનકાર ના કરી શક્ય દેવ.. કારણ કે તમારું મન કોઈનો શાહ્વાસ ચાહતો હતો.
તે રાતે જ લીના એ તમને આઈ લવ યુ કહી નાખ્યું દેવ.. અને તમે માત્ર સાંભળતા જ રહ્યા અને તમારી નશે નશમાં એક કોઈને ખંજર મારી ને ચીરો પાડી દીધો હોઈ એવો આભાસ થયો દેવ, તમારું મોંન થીજી ગયુ. લાગણીઓ કરમાઈ ગયી.. કાનમાં અવાજો ના પડદા ફાટી ગયા. હદય ની અંદર એક ઊંડો આઘાત લાગ્યો અને મોંન મરી ગયું. લીના તમારો જવાબ સાંભળવા તલપાપડ હતી પણ તમારું શરીર ઠંડુગાર થઇ ગયું, પણ તમારું મન હસતું હતું અને મનોમન બોલી ઉઠયું 'વાહ રે કુદરત'... એક તુફાન આવ્યું ને શમી ગયું.
તમે તમારી જાત ને છેતરી રહ્યા હતા દેવ પણ તમને એની જરા પણ કલ્પના ના હતી અને કદાચ હતી તો તમે સ્વીકાર કરવા તૈયાર ના હતા. થોડા દિવસ પછી તમારા ટેબલ પર ત્યારે એક કવર પડેલું જોયું. લીના ચેમ્બર માં ના હતી. તમે કવર ખોલીને જોયું તો અને ફરી એકવાર જોરદાર પડઘો પડ્યો અને કાન માં હજારો માઈલ સુધી અવાજ સમ સમી ગયો. અને તમારી આંખોમાં અંધારા આવી ગયા દેવ અને તમે ત્યાં ટેબલ પર જ ઢળી પડ્યા.જયારે તમે હોશ માં આવ્યા ત્યારે તમારી આસપાસ તમારો ઓફીસ નો સ્ટાફ હતો દેવ પણ ત્યારે તમારા ચહેરા પર ગમ નહિ પણ સ્માઈલ હતી અને મનોમન હસી પડ્યા ફરી વાર દેવ.
સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો. જીંદગી ના સારા અને ખરાબ અનુભવ લઈને આજ જયારે તમે 27 માં વર્ષ માં પ્રવેશ કર્યો, ત્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી અને સારી પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચા ઉચા અને સારા પગાર થી એક સંજોગને પર પાડી અને સારું કામ કર્યું હતું. થોડા દિવસ પછી તમારા પિતા એ તમારા લગ્ન માટેની વાતચીત કરી ત્યારે તમે સાફ ઇનકાર કરી દીધો હતો. તમારા પિતા એ તમને ઘણા સમજાવ્યા હતા એ બાદ પણ તમે એક ના બે ના થયા હતા દેવ.
પ્રેમ
કયારેક કયારેક એમ થાય છે કે પૈસા દઇને કોઇનો પ્રેમ ખરીદી શકાતુ હોત તો કેવું સારૂ હોત....કોઇ પાસે પ્રેમની ભીખ તો ના માગવી પડત અને આમ પણ ભીખી-ભીખીને માંગેલા પ્રેમમાં બોવ મજા પણ નથી આવતી...
ખરેખર કયારેક તો એમ થાય છે કે દુનીયામાં પ્યાર જેવું કશું છે જ નહી માત્ર માણસ એકલો નથી રહી શકતો એંકાત ના સાલે અટલે હંમેશા કોઇને કોઇ વ્યકિતીની ચાહના કરતો રહે છે. સાચે જ હા ઇશ્વર પણ કેવો ગજબનો કલાકાર છે. માણસ હંમેશા કોઇને કહેતો હોય છે હું ફલાણા-ઢીકળા વગર નહી જીવી શકુ એમ છતા એના હાજરી ન હોય છતા પણ એ જીવતો હોય છે.
એક વાત તો મે માર્ક કરી છે હંમેશા તમે ભગવાન ને જઇને એમ કહેતા હોય ને કે હે ઇશ્વર આ વ્યકિત વગર હું નહી રહી શકું ત્યારે ઇશ્વર હંમેશા માટે તમારી પાસેથી એ વ્યકિતને છીનવી લે છે અને આપણને પડકાર કરે છે અને કહે છે ``જોયું ને આજ પણ જીવી છે ને તું એ તારી મનપસંદ પ્રિય વ્યકિત વગર.....``
- દિપેશ ખેરડીયા -
Friday, 19 July 2013
શું હોય એક
કવિ મિત્ર શ્રી મેહુલભાઇ પટેલની રચના પરથી છંદ શ્રી મેહુલભાઇના લીધેલ છે
શું હોય એક માણસના ગજામાં
માત્ર ખશી હોય છે શું કે મજામાં,
લાખ ગુના કરવા છતા પણ જો
શું કામ એક લાઠી પડે સજામાં,
ખુદ આખો ઇશ્વર ભુલીને તને કેમ
આવો રસ પડયો ફરકતી ધજામાં.
- દિપેશ ખેરડીયા -
Wednesday, 17 July 2013
સુધી ગયા
બહુ દુર સુધી ગયા ઇશ્વર સુધી ગયા
બદલી ગયા એ લોક જે કબર સુધી ગયા
,
મર્યા તોયે કયા એ લોક મૃત્યુને વર્યા
લઇ બીજો કયાક જનમ અંજર સુધી ગયા,
- દિપેશ ખેરડીયા -
ગયા છે જે મને છોડીને
ગયા છે જે મને છોડીને એ પાછા ફરે તો બસ
બીજુ તો જોઇએ શું માણસને થોડો મળે જસ,
પીધુ તો નથી આજ સુધી કદી જામ એ મિત્રો
લીધો છે ગ્લાસ હાથમાં ને લવ છું પહેલો કસ,
શરાબી આ નગર આ ઘર રસ્તા બધા સભર
હવે મુજને પણ પડયો છે આ જામમાં જો રસ,
ફીકર પણ ના રહી ખબર પણ ના રહી દિપેશ
અસર એવી થઇ છે બીજુ મને ખબર નથી બસ.
- દિપેશ ખેરડીયા -
Monday, 15 July 2013
રસ્તો...
જાવ છું જે તરફ ત્યાં બધેજ ફંટાય છે રસ્તો
તમારી યાદમાં જો કેટલો લંબાય છે રસ્તો,
જવું છે જે તરફ તે તરફ પગલા મળે તારા
નજરમાં આપની કેમ આવી જાય છે રસ્તો,
તમે ચાલો છો ત્યારે તમને એવી રીતે જુવે
તમને ચાલતા જોઇ જો શરમાય છે રસ્તો,
તમે ચાલો ત્યારે ‘મોસમ’નુ: ફુલ પાથરી દઉ
તમારા પગ જોકે કેમ ચુમતો જાય છે રસ્તો..
- દિપેશ ખેરડીયા -
તમે ચાલો છો ત્યારે તમને એવી રીતે જુવે
તમને ચાલતા જોઇ જો શરમાય છે રસ્તો,
તમે ચાલો ત્યારે ‘મોસમ’નુ: ફુલ પાથરી દઉ
તમારા પગ જોકે કેમ ચુમતો જાય છે રસ્તો..
- દિપેશ ખેરડીયા -
ના પ્રમનો કોઇને
ના પ્રમનો કોઇને મારા સવાલ કરજે
ખુશ રહેજે મૌસમ તારો ખ્યાલ કરજે
ભુલી જજે તું મને કે તારો હતો કદી
આંસુ આવે તો આંખનો રૂમાલ કરજે
આવીશ નહી યાદ સપને કદી તુજને
મુજ યાદમાં ના ખુદને બેહાલ કરજે
ભુલજે કદી ના એ તારી હતી અંજલી
આપીને તુજનો પ્રેમ બસ વહાલ કરજે
‘દિપેશ’ નથી કશું ના હતો તારો કશું
બેસી ઘડીવાર આ વાતનું ધ્યાન કરજે.
- દિપેશ ખેરડીયા -
બેસી ઘડીવાર આ વાતનું ધ્યાન કરજે.
- દિપેશ ખેરડીયા -
ખબર નથી પડતી...
કયા જઇ ચડવાનુ છે ખબર નથી પડતી
શું બધાને નડવાનું છે ખબર નથી પડતી,
મોઘમ ઇશારા ના કર રહેવા દે તો સારૂ છે
Saturday, 13 July 2013
કોઇ આવી
કોઇ આવી ફુલ ધરી અમને મનાવતું રહયું
કોઇ રાહમાં અમારી કાંટાઓ બીછાવતું રહયું,
ખુશી પણ એ હતી દુખ પણ હતું એ વાતનું
અમારાને અમારાનું દુખ મને સતાવતું રહયુ,
મળે કોઇ પણ મારા બનીને મને મળતા રહે
આવી રીતે આવીને અમને જો હસાવતું રહયું,
કરે જો કદી દુર જવાની વાત જો ‘‘દિપેશ’’
વળગી ગળે એમ મૌસમ જો મનાવતું રહયું.
- દિપેશ ખેરડીયા -
Friday, 12 July 2013
નથી.....
દુવા તો સૌ કરે છે રોજ ખુદા પાસે
પણ દુવા તો રોજ કોઇની ફળતી નથી,
અમારાથી દુર જઇને કયા છુપાઇ છે તું
શોધુ છુ ઘરે-ઘરે છતાં તું મળતી નથી,
જીવતે જીવ બળી જાય છે આખું હદય સૌનુ
પણ મર્યા પછી લાશ બાળયા વિના બળતી નથી,
હવે તો સ્વપ્ન સાથે હકીકત પણ તમે જ છો
તેવું માનીને આંખો પણ બીજા પર ઢળતી નથી
કેવું જાદુ કરી ગયા છો તમે અમારા જીવન પર કે
‘પારસ’ને: નજર પાછી વાળવી છે પણ વળતી નથી.
- પારસ ખેરડીયા -
Sunday, 7 July 2013
મારા હદયની વાત
હવે મિત્રો જ મને સમજાવે છે મારા હદયની વાત
બીજુ તો કોણ અહીયા જાણે છે મારા હદયની વાત,
દિવસ તો વીતી જાયે છે પણ આ રાતો નથી જાતી
સમજાવે છે કોણ જઇ એને હવે મારા હદયની વાત,
ઘડી ભર પણ પડી નહી એની દષ્ટિ જો મારા પર
દંષ્ય એ શું કહે છે તુજ જાણે છે મારા હદયની વાત,
જગતમાં ઝેર પી ને પણ જીવન જીવી જવાનો છુ
ના રડશે કોઇ મારા મરણ પર મારા હદયની વાત,
‘દિપેશ’ આઘા ખસે તો આંખમાં છલકે છે આંશુઓ
કિમત મોસમની કોણ જાણ છે મારા હદયની વાત.
- દિપેશ ખેરડીયા -
Thursday, 4 July 2013
Wednesday, 3 July 2013
જયારે જયારે તારી યાદ
જયારે જયારે તારી યાદ આવે છે
મનમાં આખુ અમદાવાદ આવે છે,
ગઝલ લખું છુ હું તો તારૂ નામ લઇ
નામ વિના સ્હેજે કયા સ્વાદ આવે છે,
ઝુલ્ફ ભીની તું ઝરૂખેથી સવારે છે
ને શહેર આખામાં વરસાદ આવે છે,
કાશ તું આ ઘડીએ આજે સાથ હોતે
યાદો લઇ હોઠે ફરીયાદ આવે છે,
આંખમાં શીતલ જરા લહેરાઇ છ પાલવ
એ બાદ ગઝલ કેવી આબાદ આવે છે,
Friday, 28 June 2013
Monday, 24 June 2013
Friday, 21 June 2013
જીંદગીમાં બહુ બધે જ તારા વિચાર છે
જીંદગીમાં બહુ બધે જ તારા વિચાર છે
મારીય જીંદગી મૌસમ પર નિસાર છે,
મારો પ્રેમ તું કદીય માપી જ નહી શકે
તારો ને મારો પ્રેમ કયા ભારોભાર છે,
જાલીને હાથ મારો મને છોડી દે છે કા ?
ના પ્રેમ મારો શબ્દોથીજ પારાવાર છે,
ના પ્રેમ મારો શબ્દોથીજ પારાવાર છે,
નથી આમ તો કશું નથી ‘‘દિપેશ’’ ને
જે કહી છે એ ફકત તારો આધાર છે..
- દિપેશ ખેરડીયા -
તા. ૨૦/૬/૨૦૧૩
Sunday, 16 June 2013
છું હું બીજુ કશુ નથી
છું હું બીજુ કશું નથી શુન્યનો આકાર છું
છું હું બીજુ કશુ નથી નિત્ય નિરાકાર છું;
સ્વામી છું, ગુરૂ છું, આદી છું, અનાદી છું
છું હું બીજુ કશુ નથી દિવ્ય અવતાર છું;
શકિત છું, ભકિત છું, મુકિતનો માર્ગ છું
છું હું બીજુ કશુ નથી જગતનો આધાર છું;
પાર્થ છું, અર્જુન છુ, દૌપ્રદીના ચીર છું
છું હું બીજુ કશુ નથી ગીતાનો સાર છું;
પુષ્પ છુ, પંખી છું, પીર છું, દાતાર છું
છું હું બીજુ કશુ નથી સ
ષ્ટિસર્જનહાર છું.
- દિપેશ ખેરડીયા
Thursday, 13 June 2013
Monday, 10 June 2013
ડો. મૌસમ
સવારના નવને બાર મીનીટે અંજલી આર્કીટેકટમાં ફોનની રીંગ વાગે છે. ‘‘હેલ્લો,..’’
સામે છેડેથી સ્ત્રીનો અવાજ સંભળાય છે. ‘‘હેલ્લો, અરમાન શાહ બોલો છો તમે ?’’
‘‘નહી, સર હજુ આવ્યા નથી. આપ કોણ બોલો છો ?’’
‘‘જી મારે અરમાન શાહનું જ કામ છે એના મોબાઇલ નંબર આપો પ્લીઝ..’’
એ સ્ત્રીનો અવાજ ગળગળો થઇ જાય છે.
‘‘આઇ એમ સોરી... હું આપને જાણતો નથી અને સરની પરમીશન વગર હું આપને નંબર
નહી આપી શકુ.’’
‘‘મારે અરમાનને રૂબરૂ મળવુ
છે..’’
‘‘ઓકે. તમે આજ સાંજે ૪
વાગ્યે આવી શકો છો. હુ આપની એપોન્ટઇમેન્ટ નોંધ કરી લઉ છુ..’’
‘‘ઓકે, થેન્કસ..’’ ફોન
મુકાય જાય છે.
ઘડીયાળમાં સવારના ૧૦ વાગ્યા છે. વાતાવરણ એક દમ ઠંડુ અને માદક છે હમણા જ વરસાદ
૮ વાગ્યે જ વરસાદ શાંત પડયો હતો.
અરમાન ઓફીસમાં દાખલ થાય છે. રોજની જેમ ભગવાનની પુજાપાઠ કરીને પોતાની ડાયરી
જોવે છે. તેની નજરમાં લખેલી એપોઇન્ટમેન્ટ પડે છે. કોઇ ગુમનામ વ્યકિતને આજ સાંજના ૪
વાગ્યાની એપોઇન્ટમેન્ટ લખેલી છે, કૌસમાં એફ લખેલો છે મતલબ કે તે ફીમેલ છે. અરમાન મીતને
બોલાવે છે.
મીત ચેમ્બરમાં દાખલ થાય છે. ‘‘યસ સર..’’
‘‘આ કોને એપોઇન્ટમેન્ટ આપેલી છે
આજ સાંજના ૪ વાગ્યાની. ?’’
‘‘સર, કોઇ સ્ત્રીનો ફોન આવેલો હતો તે આપને મળવા માંગતી હતી મેં નામ પુછયુ હતું
પણ, તેમને ના જણાવ્યું’’
‘‘હમમ.. ’’
‘‘તે વ્યકિતએ તમારો મોબાઇલ નંબર
માગ્યો હતો પણ આપની પરમીશન વગર મે ના આપ્યો અટલે એણે રૂબરૂ મળવાની વાત કરી અટલે મે
સાંજના ૪ વાગ્યાનું કહયુ. તેણે થેકયુ કહીને ફોન કટ કરી નાખ્યો.’’
Sunday, 26 May 2013
Monday, 20 May 2013
કોર્મશીયલ ગઝલ
આખુ વર્ષ હિસાબો કરી કરી પડીયે કેવા પ્રેમમાં
મજરે બધુ બાદ મળેશ, રહીએ એવા વહેમમાં,
આવે તે થાય ઉધાર અને જાય તે થાય જમાં
કલમ ૮૦ સી હેઠળ બાદ મળે છે LIC નાં વિમા,
પ્રેમમાં તો થાય છે હંમેશા નુકશાન કે પછી દંડ
નામામાં હંમેશા બાદ મળે વટાવ કે પ્રોવિડંડ ફંડ
વ્યાજ, ડીવીડન્ડ, ડીબેન્ચર કે પછી શેર
આવું સાંભળી વિધાર્થીના ઉભા થઇ જાય છે હેર,
આવકવેરો, વેચાણવેરો, સંપતિવેરો એ બધા વેરો
આ વેરા સાંભળી સાંભળી ‘પારસ’ થઇ જાય બેરો.
Sunday, 28 April 2013
આપી શકુ છુ હુ
ગમતું એક ચમન તુજને આપી શકુ છુ હુ
રહેવા તુજને ઉપવન પુરૂ આપી શકુ છુ હુ
આવી વસે તું જો કદી મારા નગરમાં દિપ
ઉડવા આંખુ ગગન તુજને આપી શકુ છુ હુ
જીવન આમ જોકે મારૂ તમારા વગરનુ છે
પધારો મૌસમ જીવનમાં વધાવી શકુ છુ હુ
નથી કોઇને ધારતો તમારા વગર ‘દિપેશ’
બાકી ન ધારવાનું ઘણુ બધુ ધારી શકુ છુ હુ.
- દિપેશ ખેરડીયા -
( ૨૮-૦૪-૨૦૧૩ )
બાકી ન ધારવાનું ઘણુ બધુ ધારી શકુ છુ હુ.
- દિપેશ ખેરડીયા -
( ૨૮-૦૪-૨૦૧૩ )
Thursday, 25 April 2013
તમારી અમારી વાતો
શબ્દો મળીને સહીયારા અહી કાફીયા રદીફ થાય છે
અશ્ક ઢોળાય છે આંખથી ને પાંપણ ભીંજાય જાય છે
જાય આવી યાદ તમારી વાત ત્યારે તમારી થાય છે
એક જમાનાં, એક ઉપવન, એક જરા અચરજ થાય છે
લાગણી શા માટે દિલમાં ખાલી ખાલી ભોંકાય જાય છે
નદી કિનારે વસેલા મારા એક નગર માં તુજ સનમ છે
હદય રકત રંજીશ ‘દિપેશ’ આંખોથી છલકાય જાય છે
- દિપેશ ખેરડીયા -
Subscribe to:
Posts (Atom)